રોહિત શેટ્ટીએ અજય દેવગણ સાથે સિંઘમ થ્રીની કરી ઘોષણા : એપ્રિલથી શૂટિંગ


- જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટને હજી એક વરસ લાગે તેવી શક્યતા

મુંબઇ : રોહિત શેટ્ટીએ દાવો કર્યો છે કે, તે સિંઘમ પર ફરી જોરશોરથી કામ શરૂ કરવાનો છે. તેની પૂરી ટીમ  આ ફિલ્મ પર કામ કરી રહી છે. રોહિત શેટ્ટીને જોકે લાગે છે કે, તેની આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગમાં એક વરસ નીકળી જશે.  રોહિત શેટ્ટી જલદી જ સિંઘમ થ્રી લઇને આવવાનો છે. જેમાં અજય દેવગણ જ લીડ રોલમાં હેશે. 

આવતા વરસના એપ્રિલ મહિનામાં આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવાની યોજના છે. આ પહેલા તેની સર્કસ ફિલ્મ રિલીઝ થશે.

 અને એ પછી હું સિંઘમ થ્રી પર કામ શરૂ કરીશ. અજય દેવગણ સાથે કામ કરવાથી લાંબો સમય વીતી ગયો છે. આ વખતે અમે વધુ સારી ચીજો લઇને રૂપેરી પડદે પાછા ફરશું. 

City News

Sports

RECENT NEWS