Get The App

ફેન ફોલોઈંગ વધારવા ચહલનો ઉપયોગ કરતી હોવાનો આરોપ, મહવશ યુઝર્સ પર ભડકી

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
ફેન ફોલોઈંગ વધારવા ચહલનો ઉપયોગ કરતી હોવાનો આરોપ, મહવશ યુઝર્સ પર ભડકી 1 - image

RJ Mahvash Got Angry: ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ માત્ર યુઝવેન્દ્ર ચહલ જ નહીં, પરંતુ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવશ પણ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. ખાસ કરીને જ્યારે ક્રિકેટ કે યુઝવેન્દ્ર ચહલની વાત આવે છે. પંજાબ કિંગ્સના સપોર્ટમાં પોસ્ટ શેર  કર્યા બાદ મહવશ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ મહવશે એ ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે કે, ચહલ ત્રણ ફ્રેક્ચર  સાથે IPL 2025 રમ્યો હતો, ત્યારબાદ તે એક ટ્રોલરની નિશાન બની ગઈ જેણે મહવશના ઈન્સ્ટાગ્રામ ફેન ફોલોઇંગ અને તેની લોકપ્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ ફેમશ કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસે તેના સવાલોનો એવો જવાબ આપ્યો કે, દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. ત્યારથી તે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

ફેન ફોલોઈંગ વધારવા ચહલનો ઉપયોગ કરતી હોવાનો આરોપ, મહવશ યુઝર્સ પર ભડકી 2 - image

આ કારણે ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ ભડકી ગઈ

સોશિયલ મીડિયા પર RJ મહવશ પર નિશાન સાધતા યુઝરે લખ્યું કે, 'તે માત્ર ચહલના નામ પર ફોલોઅર્સ વધારી રહી છે. મને વિશ્વાસ છે કે, તેણે તાજેતરમાં જ ક્રિકેટ જોવાનું પણ શરૂ કર્યું હશે. અન્ય એક ઈન્સ્ટાગ્રામ યુઝરે આ જ પોસ્ટ નીચે લખ્યું કે, જે દર્શાવે છે કે  મહવશે યુજીને મળ્યા પછી મહવશે ક્રિકેટમાં રસ દાખવવાનું શરૂ કર્યું. આ કોમેન્ટ જોતાં જ મહવશે તેમની ક્લાસ લગાવી દીધી. તેણે કોમેન્ટ બોક્સમાં કહ્યું, 'હું 2019થી ક્રિકેટની યજમાની કરી રહી છું, તારું જ્ઞાન શૂન્ય છે છોટુ! રિસર્ચ કરો!' મહવશે જે રીતે તેને જવાબ આપ્યો તેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે.

આ પણ વાંચો: BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો

ચહલના કર્યા વખાણ 

મહવશે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, IPL ઈતિહાસના સૌથી મોંઘા સ્પિનર ​​ચહલે ફ્રેક્ચર હોવા છતાં પણ ખૂબ જ સારી મેચ રમી હતી. ક્રિકેટરની પ્રશંસા કરતા એક્ટ્રેસે આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'બીજી મેચમાં તેની પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયુ હતું અને બાદમાં તેની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આ છોકરો આખી સીઝનમાં 3 ફ્રેક્ચર સાથે મેચ રમ્યો છે!' આરસીબીની જીત બાદ તેણે પંજાબ કિંગ્સના સપોર્ટમાં આ પોસ્ટ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, મહવશ ઘણીવાર ચહલ સાથે જોવા મળે છે, પરંતુ બંનેએ હજુ સુધી પોતાના સંબંધો વિશે કંઈ નથી કહ્યું, જે સાબિત કરે છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બીજી તરફ છૂટાછેડા પછી કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે.