ઋષિ કપૂરની ત્રણ અંતિમ ઇચ્છા અધૂરી રહી ગઈ...
ઋષિ કપૂરની ત્રણ આખરી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી. ઋષિ કપૂરે બે વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં પોતાની આ ઇચ્છાઓનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રથમ ઇચ્છા
ઋષિ કપૂર ઇચ્છતા હતા કે તે આખા કપૂર પરિવાર સાથે પાકિસ્તાન સ્થિત ખાનદાની હવેલી જોવા જાય. પૃથ્વીરાજ કપૂરનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સમુદ્રીમાં થયો હતો. એ સ્થળે તેમની જૂની હવેલી છે. ઋષિ કપૂરે કહ્યું હતું કે બંને દેશોએ પોતાની દુશ્મની ભૂલી જવી જોઇએ અને એક થઇ જવું જોઇએ. આ ઉપરાંત ઋષિ કપૂરે તેમ પણ કહ્યું કે તેમને હંમેશા તે વાતની નવાઇ લાગતી હતી કે તેમના દાદા અને પરદાદા ખૂબ જ સામાન્ય વ્યક્તિ હતાં. પરંતુ તેમણે હવેલી કેવી રીતે બનાવી. આ વાત પર તેમને નવાઇ લાગતી હતી. સાથે જ તેઓ ઇચ્છતાં હતાં કે તેમનો દકિરો રણબીર તેના બાળકો સાથે તેમની ખાનદાની હવેલીએ જાય જેની સાથે તેમના મૂળ જોડાયેલા છે.
બીજી ઇચ્છા
ઋષિ કપૂરની બીજી ઇચ્છા હતી રણબીરના લગ્નની. ઋષિ કપૂર અને રણબીર કપૂરની રિલેશનશિપ ખૂબ જ અલગ હતી. તેઓ ઝગડતાં પણ ખરાં અને દરેક મુશ્કેલમાં સાથે ઉભા જોવા મળતા હતાં. ઋષિ કપૂર મૃત્યુ પહેલાં દીકરાનાં લગ્ન કરાવા માગતા હતાં. ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું પણ ઇચ્છુ છું કે રણબીર કપૂર હવે ઘર વસાવી લે. રણબીર-આલિયાના સંબંધોને ઋષિએ સ્વીકારી લીધા હતા. આલિયા સાથે ઋષિનું અલગ બોન્ડિંગ હતું.
ત્રીજી ઈચ્છા
કાશીમાં ગંગાસ્નાન કરીને ઋષિ કપૂરને બાબાના દરબારમાં રૂદ્રાભિષેક કરવો હતો. ઋષિ કપૂરે એક વખત સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે લગભગ ૨૦ વર્ષ પહેલાં હું કાશી ગયો હતો. એ વખતે પૂજા-પાઠ કર્યા હતા. એ વખતે ભાઈ રણધીર કપૂર પણ સાથે હતા. બંને ભાઈઓએ માળા પહેરીને કપાળમાં ભસ્મ લગાવી હતી. ફરીથી તેમને ગંગાસ્નાન કરવાની ઈચ્છા હતી. કેન્સર થયા પછી એક વખત તેમણે કહ્યું હતું કે હું સાજો થઈ જાઉં પછી મારે ફરી વખત બાબાના દરબારમાં જવું છે.