રિશી કપૂરની પ્રાર્થનાસભા પરિવારજનો સાથે ઘરમાં જ કરવામાં આવી
- સોશિયલ મીડિયા પર રિશીની ફોટો ફ્રેમ સાથે પત્ની નીતુ અને માથે પાઘડી પહેરેલો રણબીર જોવા મળે છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2020, રવિવાર
જામીતા અભિનેતા રિશીના નિધન બાદ પત્ની નીતુ કપૂર અને પુત્રે રણબીરે ઘરમાં જ પ્રેયર મીટ હોસ્ટ કરી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
આ ફોટોમાં રિશીની ફોટો ફ્રેમની એક બાજુ નીતુ અને બીજી બાજુ રણબીર બેઠેલો છે. રણબીરે પંજાબી રિવાજ અનુસાર માથે પાઘડી બાંધી છે.તેમજ રિશીની તસવીર પર ફૂલહાર ચડેલા જોવા મળે છે.
પ્રેયર મીટનુંઆ પિકચર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૩૦ એપ્રિલના રોજ સવારે રિશીનું નિધન થઇ ગયું હતું અને તેને મુંબઇની ચંદનવાડી શ્મશાનઘાટમાં દાહ દેવામાં આવ્યો હતો.
લોકડાઉનના કારણે રિશીની પુત્રી રિદ્ધિમાં ૨ મેના રાત્રે મુંબઇ પહોંચી છે. તેને દિલ્હીથી મુંબઇ રોડ માર્ગે આવતા પૂરા ૨૩ કલાક લાગ્યા છે. રિદ્ધિ સાથે તેની પુત્રી પમ આવી પહોંચી છે.