44 વર્ષની વયે કપૂર ખાનદાનની દીકરી બની હીરોઈન, સેટ પર ભાવુક થઇ, માતાએ આપ્યું રિએક્શન
Rishi kapoor's Daughter Riddhima Kapoor's Bollywood Debut: ઋષિ કપૂર અને નીતુ કપૂરની લાડલી દીકરી રિદ્ધિમા કપૂર 44 વર્ષની વયે બિગ સ્ક્રીન પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પહેલા તે OTT શો 'ફેબ્યુલસ લાઈવ્સ વર્સિસ બોલિવૂડ વાઇવ્સ'માં નજર આવી ચૂકી છે. આગામી ફિલ્મમાં રિદ્ધિમા કપૂર કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા સાથે નજર આવશે. ફિલ્મમાં તેની માતા નીતુ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કપિલ અને માતા નીતુ કપૂર સાથે 40 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ કર્યા બાદ રિદ્ધિમા કપૂરે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે, હવે હું મારી માતા સાથે પહેલા કરતાં પણ વધુ કનેક્ટેડ અનુભવુ છું.
રિદ્ધિમા કપૂર સેટ પર ભાવુક થઇ
એક ઈન્ટરવ્યુમાં રિદ્ધિમા કપૂરે કહ્યું કે, 'હું સરળતાથી ક્યારેય પબ્લિકમાં રડતી નથી. પરંતુ એક સીન દરમિયાન મારું બ્રેકડાઉન થઈ ગયુ હતું. મને રડતી જોઈને મારી માતા નીતુ કપૂર પણ ગભરાઈ ગઈ હતી. આ ફિલ્મ ઈમોશન્સની રોલર કોસ્ટર રાઈડ રહી છે. એક સીન એવો હતો જેણે મને અંદરથી તોડી નાખી હતી. સામાન્ય રીતે હું આવી વ્યક્તિ નથી. હું લોકો સામે મારી પીડા વ્યક્ત નથી કરતી. જ્યારે કોઈ વાત મારા હૃદયને દુઃખ પહોંચાડે ત્યારે હું એકલી રડી લઉં છું અને પછી હું ખુદ જ મારી જાતને સંભાળી લઉં છું. છેલ્લી વખત હું ઓપનલી ત્યારે રડી હતી જ્યારે મારા પિતાનું નિધન થઈ ગયુ હતું. પરંતુ ફિલ્મના એક સીનમાં હું ગ્લીસરિન વિના જ રડી પતી હતી. મારા ઈમોશન્સ ખૂબ રિયલ હતા. જ્યારે મારી માતાએ મને આવી સ્થિતિમાં જોઈ તો તે પોતે પણ ડરી ગઈ.'
મારા એક્ટિંગ ડેબ્યૂ માટે રણવીરનો ઘણો સપોર્ટ મળ્યો
રિદ્ધિમાએ જણાવ્યું કે, મારા એક્ટિંગ ડેબ્યૂ માટે મારા ભાઈ રણવીરનો ઘણો સપોર્ટ મળ્યો છે. જ્યારે રણબીરને ખબર પડી કે હું ફિલ્મ કરી રહી છું, ત્યારે તે ખૂબ જ ખુશ થયો. તેનો અભિપ્રાય જાણવા માટે હું ઘણીવાર તેને મારા લુક્સની તસવીરો અને સીન્સની ક્લિપ્સ મોકલતી હતી. તમને જણાવી દઈએ કે, રિદ્ધિમાની ડેબ્યૂ ફિલ્મ માટે ચાહકો પણ ખૂબ જ એક્સાઈટેડ છે.