60 વર્ષના આમિર ખાને ત્રીજા લગ્ન કર્યા? ગર્લફ્રેન્ડ ગૌરી અંગે મિ. પરફેક્શનિસ્ટનો ચોંકાવનારો ખુલાસો
Image Source: Twitter
Aamir Khan Reveals His Marriage Plans With Girlfriend Gauri Spratt: બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. 90 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'સિતારે જમીન પર' સતત સારી કમાણી કરી રહી છે. 200 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી ફિલ્મે આમિર ખાનની કમબેક સ્ટ્રેટજીને હિટ કરાવી દીધી. આ વચ્ચે તેની અપકમિંગ ફિલ્મ મહાભારત પર પણ અપડેટ આવી ગઈ છે. બીજી તરફ ફિલ્મો જ નહીં પરંતુ પોતાની લવ લાઈફને લઈને પણ આમિર ખાન ચર્ચામાં છે. એક્ટર બે તલાક બાદ ગૌરીને ડેટ કરી રહ્યો છે. આ વચ્ચે હવે આમિર ખાને ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, હું મારી ગર્લફ્રેન્ડ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું.
આમિર ખાને પોતાના 60માં જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ ગોરી સાથે મીડિયાની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ બંને ઘણી વાર એક સાથે સ્પોટ થયા છે. એક્ટર પોતાનો સબંધ ઓફિશિયલ કરી ચૂક્યો છે. ત્યાં સુધી કે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન પણ બંનેએ હાથમાં હાથ નાખીને કેમેરાને પોઝ આપ્યા હતા, પરંતુ હવે લગ્નના સવાલ પર એક્ટરે પહેલી વાર મૌન તોડ્યું છે.
હું મનથી ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું
તાજેતરમાં જ આમિર ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાની ગર્લફ્રેન્ડ અંગે કહ્યું કે, હું અને ગૌરી એક-બીજા માટે ખૂબ સીરિયસ છીએ. અમે બંને કમિટેડ છીએ. તમે જાણો છો કે, અમે પાર્ટનર્સ છીએ, અમે બંને સાથે છીએ. હું મનથી પહેલા જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. હવે અમે તે ક્યારે ફોર્મલાઈઝ કરીશું, તે અંગે વિચારી રહ્યા છીએ.
આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં એક્ટરે કહ્યું છે કે, ગૌરી સાથે મનથી લગ્નની વાત કરી હતી. ખેર, તેમના ઓફિશિયલી લગ્ન બાકી છે. હાલમાં બંને માત્ર ડેટ કરી રહ્યા છે. એક્ટરના ત્રીજા લગ્ન માટે કેટલી રાહ જોવી પડશે તે હાલમાં કોઈને ખબર નથી. વાસ્તવમાં છેલ્લા દિવસોમાં ગૌરી સ્પ્રૈટે પહેલી વાર મીડિયા સામે આમિર ખાન અંગે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, મેં આમિરની બધી ફિલ્મ નથી જોઈ.
બે વખત થયા ડિવોર્સ
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ 1986માં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે, 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. ત્યારબાદ 2005માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન પણ વધુ ન ટક્યા. 2021માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. જ્યાં પહેલા લગ્નથી આમિરને બે બાળકો જુનૈદ અને ઈરા છે. બીજા લગ્નથી એક દીકરો આઝાદ છે. આમિર ખાનના ડિવોર્સ બાદ પણ એક્સ વાઈફ સાથે સારા રિલેશન છે. જોકે, હવે તે ગૌરીને ડેટ કરી રહ્યો છે. જે લાંબા સમયથી તેની પ્રોડક્શન કંપની સાથે જોડાયેલી છે.