Get The App

કાંતારા-2ના વધુ એક આર્ટિસ્ટનું નિધન, સેટ પર આવ્યો હાર્ટઍટેક; બે મહિનામાં ત્રીજું મોત

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
કાંતારા-2ના વધુ એક આર્ટિસ્ટનું નિધન, સેટ પર આવ્યો હાર્ટઍટેક; બે મહિનામાં ત્રીજું મોત 1 - image


Kantara Chapter 1 Actor kalabhavan Niju Death: સાઉથ ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મના કલાકારોમાં સામેલ અભિનેતા કલાભવન નીજુનું નિધન થયું છે. તેઓ 43 વર્ષના હતા. શૂટિંગ દરમિયાન તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 'કંતારા ચેપ્ટર 1' ના યુનિટમાં આ ત્રીજું મૃત્યુ છે. જે એક ખૂબ આઘાતજનક છે. આશ્ચર્યજનક વાત એ છે કે અલગ અલગ રીતે મૃત્યુ પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી.

આ પણ વાંચો : સિતારે જમીન પર' ફિલ્મની રીલીઝ પહેલા જ ડખા, આમિર ખાન અને સેન્સર બોર્ડ વચ્ચે કેમ થયો વિવાદ ?

નીજૂ એક બેસ્ટ એક્ટર અને મિમિક્રી આર્ટિસ્ટ હતા

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 43 વર્ષીય નીજુનું નિધન ગુરુવારે રાત્રે બેંગલુરુમાં થયું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ તેમણે શ્વાસ છોડી દીધો હતો. મિમિક્રી આર્ટિસ્ટ કનન સાગરે એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે. નીજૂ એક સારાએક્ટર અને મિમિક્રી આર્ટિસ્ટ હતા. તેમણે ઓડિશન દ્વારા ફિલ્મમાં એક મોટો રોલ મેળવ્યો હતો. આ પહેલા હાલમાં જ તેઓ માર્કો નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ પર શત્રુઘ્ન સિન્હાનો ભાવુક સંદેશો, કહ્યું- ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી

આ પહેલા પણ ટીમમાં બે અકસ્માત

કાંતારા ચેપ્ટર 1 ના શૂટિંગની સાથે બે ભયાનક ઘટના ઘટી હતી. મે 2025માં કાર્ડિયેક અરેસ્ટના કારણ કોમેડિયન અને એક્ટર રાકેશ પુજારીનું નિધન થયું હતું. તેઓ 33 વર્ષના હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ તેમના મિત્રને મળવા ગયા હતા. તો બીજી બાજુ એજ મહિનામાં 32 વર્ષના જૂમિયર આર્ટિસ્ટ એમ એફ કપિલનું પણ નિધન થયું હતું. એટલુ જ નહીં ભારે વરસાદના કારણે કાંતારા ચેપ્ટર 1નો કિમતી સેટ પણ ભારે વરસાદમાં તબાહ થઈ ગયો હતો. 

Tags :