Rise And Fall: અશનીર ગ્રોવરનો નવો રિયાલિટી શૉ 'રાઈઝ એન્ડ ફોલ' પોતાના યુનિક કોન્સેપ્ટ અને દમદાર સ્પર્ધકોને કારણે ચર્ચામાં આવી ગયો છે. તેને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. શૉમાં સ્પર્ધકો વચ્ચે એકથી ચઢતા એક ટાસ્ક પણ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય થે કે, હોસ્ટ અશનીર ગ્રોવર અરબાઝ પટેલ પર ભડકી ઉઠે છે. અશનીરે તેને શૉમાંથી બહારનો રસ્તો બતાવવાની ચેતવણી પણ આપી દીધી છે.
વાસ્તવમાં અરબાઝ પટેલ અને આરુષ ભોલા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે, બંને એકબીજાને મારવા દોડ્યા. હવે શોનો ફાયરિંગ પ્રોમો સામે આવ્યો છે જેમાં અરબાઝ પટેલ અને આરુષ ભોલા અશનીર ગ્રોવર સાથે સ્ટેજ પર ઉભા છે. આ દરમિયાન અશ્નીર અરબાઝને ફટકાર લગાવી રહ્યો છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, માહોલ ગરમાયો હોય છે.
એક્ટર પર ભડક્યો અશનીર ગ્રોવર
પ્રોમોમાં અશનીર અરબાઝને કહે છે કે, 'તેં જે કર્યું તે ગર્વની વાત નથી. હું હજુ પણ તને એક તક આપી રહ્યો છું. જો તારે ફક્ત ત્રણ શબ્દો કહેવા પડે, તો તું શું કહેશે? જવાબમાં અરબાઝ કહે છે, 'જો ઉખાડના હો ઉખાડ લો'. એટલામાં અશનીર બધાની સામે સેટ પર અરબાઝને ધક્કો મારીને કહે છે 'નીકળ'.
શૉમાંથી કાઢી મૂકીશ
અશનીર એક્ટર પર ભડકી જાય છે અને કહે છે કે, 'તને બોલવા માટે ત્રણ શબ્દ કહ્યા હતા, આઈ એમ સોરી. ઉખાડી લઈશુ તને, શું કરી લઈશ. અમે નમ્રતાથી વાત કરી રહ્યા છીએ, તું તારી હાઈટને શું સમજે છે? હું માત્ર એક જ વિનંતી કરી રહ્યો છું અને તે પણ એટલા માટે કારણ કે, આ છેલ્લી ચેતવણી છે. જો તું ફિઝિકલ થયો તો હું વીકેન્ડ પર નહીં આવીશ. વીક ડે પર આવીને તને શૉમાંથી કાઢી મૂકીશ.'
અશનીર ગ્રોવર થયો ટ્રોલ
અશનીર ગ્રોવર પોતાના આ એટિટ્યૂડ માટે ટ્રોલ પણ થઈ રહ્યો છે. યુઝર્સ તેને સસ્તો સલમાન ખાન ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, સલમાનનો ગુસ્સો અહીં કાઢી રહ્યો છે.


