ઐશ્વર્યા રાય બચ્ચનથી પ્રેરણા લઇ વધુ એક અભિનેત્રીએ આંખો દાન કરવાનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ridhima Pandit Donats Her Eyes: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રિધિમા પંડિતે 25મી જૂને પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, તેમણે આ જન્મદિવસને સ્પેશિયલ બનાવવા કંઈક ખાસ કામ કર્યું હતું. રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, 'આ નિર્ણય સમયથી પ્રભાવિત નથી, પરંતુ જન્મદિવસ સાથે લાંબા સમયથી ચાલતા સપનાથી પ્રભાવિત હતો.'
'મૃત્યુ પછી પણ બીજાને મદદ કરી શકાય છે'
અભિનેત્રી રિધિમા પંડિતે કહ્યું કે, 'મારે સમાજને પાછું આપવા અંગે ઉત્સાહિત છું અને તે કંઈક એવું છે જે હું બાળપણથી જ કરવા માંગતી હતી. અમે શાળામાં અંગદાન વિશે શીખ્યા હતા અને મૃત્યુ પછી પણ બીજાને મદદ કરી શકાય છે તે વિચારથી પ્રભાવિત થઈ હતી. મારી આંખો કોઈના માટે ઉપયોગી થઈ શકે છે તે મારા માટે અતિ અર્થપૂર્ણ લાગે છે.'
ઐશ્વર્યા રાય બચ્ચન વીશે રિધિમા પંડિતે કહ્યું કે, 'ઘણાં વર્ષો પહેલા જ્યારે તેણીએ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા આંખોનું દાન કરવાની સંકલ્પ વિશે વાંચ્યું ત્યારે તેમનાથી પ્રેરણા મળી હતી. નાનપણમાં, મને યાદ છે કે હું તેમનાથી પ્રેરિત થઈ હતી. મેં પણ આંખોનું દાન કરવાનો સંકલ્પ કર્યો.'
પરિવારની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિધિમાએ કહ્યું, 'મારા આખા પરિવારને ખૂબ જ ગર્વ છે. તે જાણે છે કે એક અભિનેત્રી તરીકે મારી પાસે એક અવાજ છે, એક પ્લેટફોર્મ છે અને તેઓ ખુશ છે કે હું તેનો ઉપયોગ યોગ્ય કારણોસર કરી રહી છું. આશા છે કે અન્ય લોકોને પ્રેરણા મળશે.'









