Get The App

ફવાદ ખાનની કમબેક ફિલ્મમાં રિદ્ધિ ડોગરા હિરોઈન હશે

Updated: Sep 24th, 2024

GS TEAM


Google News
Google News
ફવાદ ખાનની કમબેક ફિલ્મમાં રિદ્ધિ ડોગરા હિરોઈન હશે 1 - image


- આઠ વર્ષ પછી ફવાદનું બોલીવૂડમાં કમબેક

મુંબઇ : ફવાદ ખાન આઠ વર્ષ પછી બોલીવૂડમાં કમબેક કરી રહ્યો છે. તેની કમબેક ફિલ્મમાં હિરોઈન તરીકે રિદ્ધી ડોગરાની પસંદગી કરાઈ છે. ફવાદ છેલ્લે ૦૧૬માં 'અય દિલ હૈ મુશ્કિલ'માં દેખાયો હતો. તે પહેલાં તેણે 'ખૂબસુરત ' તથા ' કપૂર એન્ડ સન્સ'માં કામ કર્યું હતું. પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાતાં તેની બોલીવૂડ કારકિર્દી પર પણ ત્યારે પૂર્ણ વિરામ મૂકાયું હતું. હવે આ પ્રતિબંધ ઉઠી જતાં તેણે ફરી બોલીવૂડની દિશા પકડી છે. 

આ ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે. ફિલ્મની બાકીની કાસ્ટ હવે પછી જાહેર થશે. ફિલ્મના દિગ્દર્શકનું નામ પણ હજુ પ્રગટ કરાયું નથી. 

ફવાદ ખાનની માહિરા ખાન સાથેની પાકિસ્તાની ફિલ્મ 'ધ લીજન્ડ ઓફ મૌલા જટ્ટ' આગામી  મહિનામાં જ ભારતમાં રીલિઝ થઈ રહી છે. 

Tags :