સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું - 'બાળકોને લીધે...'
Rhea Pillai News: ભારતીય મોડેલ રિયા પિલ્લઈએ વર્ષ 1998માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા. તે સંજય દત્તની બીજી પત્ની હતી. સંજય દત્ત અને રિયા પિલ્લઈ વિશેના કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મોડેલે સંજય દત્તને સુખિતા સેન સાથે રંગે હાથે પકડયો હતો, તેથી તેમના છૂટાછેડા થયા હતા.
બાદમાં રિયા પિલ્લઈએ લિએન્ડર પેસને ડેટ કરતી હતી. બે વર્ષના અફેર પછી તેઓ વર્ષ 2005મા પુત્રી આયાનાના માતા-પિતા બન્યા. જોકે 2012 સુધીમાં તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. રિયા પિલ્લઈએ લિએન્ડર અને તેના પિતા પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતો હતો.
આ પણ વાંચો: Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ
એક ઇન્ટરવ્યૂમાં રિયા પિલ્લઈએ કહ્યું કે, 'કંઈ પણ ઠીક નહોતું. હું ફક્ત મારા બાળક માટે મારા લગ્ન બચાવી રહી હતી. પણ એક સમય એવો આવ્યો જ્યારે મેં નક્કી કર્યું કે આપણે અલગ થઈ જવું જોઈએ. તેનો અહંકાર મારા નિર્ણયને સ્વીકારી શક્યો નહીં.' લિએન્ડરથી અલગ થયા પછી રિયા પિલ્લઈએ પોતાની બધી બચત ખતમ કરી દીધી હતી અને તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. 2016મા તેમની પુત્રીને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું. રિયા ઈચ્છતી હતી કે લિએન્ડર તેની પુત્રીની સારવાર માટે 1.87 લાખ રૂપિયા અને પોતાના માટે 75,000 રૂપિયા આપે.
વર્ષ 2022માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોમલ સિંહ રાજપુતે ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ઘરેલું હિંસાનો દોષી ઠેકવ્યો અને લિએન્ડરને રિયાને દર મહિને 50 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો. તેમને ભરણપોષણ માટે એક લાખ રૂપિયા ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું.