મુંબઈ, તા.17 જુલાઈ 2020, શુક્રવાર
રીહા ચક્રવર્તીએ તેને સુશાંત સિંહ રાજપૂતના મોત માટે જવાબદાર ઠેરવનાર અને તેના ઉપર બળાત્કાર કરી તેની હત્યાની ધમકી આપનાર ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો હતો. અદાકારાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને પોતાના 'બોયફ્રેન્ડ' સુશાંત સિંહ રાજપૂતના 'અચાનક થયેલા મોત' બદલ સીબીઆઈ ઈન્કવાયરીની માગ કરી હતી. અભિનેત્રીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે મારે એજ જાણવું છે કે સુશાંત પર એવું તે ક્યું દબાણ આવી પડયું હતું કે તેને છેક જ અંતિમ પગલું ભરવું પડયું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યારે તેનું નામ રીયા ચક્રવર્તી સાથે સંકળાયેલું હતું.


