FIR નોંધાયા બાદ રિયા ચક્રવર્તીએ પહેલી વખત જારી કર્યો વિડિયો, કહીં આ વાત
મુંબઇ, 31 જુલાઇ 2020 શુક્રવાર
સુશાંત સિંહ રાજપુતનાં મોતનાં કેસમાં રિયા ચક્રવર્તી વિરૂધ્ધ સુશાંતનાં પિતા કેકે સિંહે પટણામાં એક પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી એફઆઇઆર બાદ બિહાર પોલિસે પોતાના સ્તરે તપાસ શરૂ કરી દીધી છે, ત્યાં જ એફઆઇઆર દાખલ થયા બાદ રિયા ચક્રવર્તી પહેલી વખત જાહેરમાં આવી છે.
રિયાએ એક વિડિયો જારી કર્યો છે જેમાં તે કહી રહી છે કે મને કોર્ટ અને જ્યુડિસરી પર વિશ્વાસ છે, અને મને ન્યાય મળશે, મિડિયામાં મારા અંગે ખોટી વાતો કહેવામાં આવી રહી છે, હું મારા વકિલની સલાહ લઇ રહું છું, સત્ય મેવ જયતે
અત્રે ઉલ્લેખનિય છે કે રિયા ચક્રવર્તીએ ગુરૂવારે ગુરૂવારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપુતનાં પિતાએ તેને ખોટી રીતે ફસાવી છે, તે સાથે જ તેનું કહેવું છે કે તેમનો કેસ પટણાથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે, કેમ કે મુંબઇમાં પહેલાથી આ કેસની તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ એફઆઇઆરમાં સુશાંતનાં પિતાએ રિયા અને તેના પરિવારનાં સભ્યો પર અભિનેતા સુશાંતને તેના પરિવારથી અલગ કરવાનો આરોપ લગાવ્યો છે.
તે ઉપરાંત આરોપ લાગાવ્યો છે કે રિયાએ તેમના પુત્ર સાથે કોન્ટેક્ટ કરવાનું માધ્યમ બંધ કરી દીધું હતું, આ એફઆઇઆરમાં રિયા દ્વારા સુશાંતનાં એકાઉન્ટમાંથી 15 કરોડ નિકાળવાની વાત પણ કહેવામાં આવી છે.