રિયલ લાઈફમાં 'દયાબેન' કેવી છે, તારક મહેતાની અભિનેત્રીએ સત્ય જણાવ્યું
Taarak Mehta Ka Ooltah Chashmah actress Nidhi : નિધિ ભાનુશાળીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સોનૂનો રોલ ભજવવા માટે ઓળખવામાં આવે છે. તેણે 7 વર્ષ સુધી શોમાં કામ કર્યા પછી હવે તારક મહેતા શોમાંથી નીકળી ગઈ છે. ત્યારે આ એક્ટ્રેસે હાલમાં આ શોમાં પોતાની ખાસ પળો દયાબેનનો રોલ ભજવનાર દિશા વાકાણી સાથે નજીકથી વિતાવી છે તેના વિશે વાત કરી છે. તેણે કહ્યું, એક્ટ્રેસની રિયલ લાઈફ કેવી છે.
'દિશા દીદી સૌથી દયાળુ અને પરોપકારી વ્યક્તિ'
નિધિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, હું દિશા વાકાણીને દીદી કહીને બોલાવતી હતી. દિશા વાકાણીમાં સાથે મારે અંગત વાતો થતી. તેઓ કહેતા કે,કલાકારોની રિયલ લાઈફ કેવી હોય છે. તેણે કહ્યું કે, 'ખરેખર દિશા દીદી સૌથી દયાળુ અને પરોપકારી વ્યક્તિમાંથી એક છે. તેઓ હંમેશા પ્રેમથી સ્વાગત કરતાં અને આનંદમાં રહેતા હતા. હું બાળપણથી જ તેમની પ્રશંસક રહી છું. તેમના જબરદસ્ત ટેલેન્ટ અને કોમિક ટાઇમિંગ અંગે સમ્માન કરું છું.'
'વ્યક્તિગત રીતે અમારા સંબંધો ખૂબ જ ખાસ હતા'
નિધિએ વધુમાં કહ્યું કે, 'હું તેમના કોમળ અને શાંત સ્વભાવ અને તેમના ઊંડા વિચારોની ખૂબ પ્રશંસા કરું છું. વ્યક્તિગત રીતે અમારા સંબંધો ખૂબ જ ખાસ હતા. તે મારી માતાની નજીકની મિત્ર હતી, એટલે અમારા સંબંધોમાં વધુ આત્મીય હતા.'
આ પણ વાંચો :દુનિયા મહિલાઓ પ્રત્યે ખૂબ જ ક્રૂર છે, ઉર્ફી જાવેદ એલી અવરામના સમર્થનમાં ઊતરી
'મારા મતે આ નિર્ણય દિશા દીદીનો પોતાનો હશે'
નિધિએ દિશા વાકાણીના શોમાં પાછા ફરવા વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, 'મારા મતે આ નિર્ણય દિશા દીદીનો પોતાનો હશે. આ તેમનું જીવન છે, તેમની સફર છે. માત્ર તેઓ જ નક્કી કરી શકે છે કે, તે શું કરવા માંગે છે. આપણે માત્ર તેમની ઇચ્છાનો આદર કરવો જોઈએ. તેમનો સપોર્ટ કરવો જોઈએ. આપણે તેમના માટે સારું વિચારવું જોઈએ. તેમણે મને ખૂબ પ્રેમ, હાસ્ય અને ખુશીઓ આપી છે, આપણે તેમને આટલું તો આપી શકીએ છીએ.'
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, 'હું 11 વર્ષની ઉંમરે 'તારક મહેતા' શોમાં જોડાઈ હતી. આ સમય દરમિયાન હું ખુશ પણ હતી અને સાથે સાથે નર્વસ પણ હતી.'