રવિ કિશનની પત્નીએ પાપરાઝીની સામે જ તેમનો હાથ ઝાટકી નાખ્યો, કેમેરામાં સીન કેદ

Ravi Kishan : ભોજપુરી સિનેમાના ધુરંધર એક્ટર અને ભાજપના સાંસદ રવિ કિસનનું નામ આજે દરેક જગ્યાએ છવાયેલું છે. બોલિવૂડમાં પોતાની આગવી અદાથી ઓળખાતા રવિને હાલમાં જ એક પ્રતિષ્ટિત અવોર્ડથી સમ્માનિત કરવામા આવ્યા હતા. તેમની ફિલ્મ 'લાપતા લેડીઝ' માં શાનદાર પરફોર્મન્સ માટે એક બેસ્ટ સપોર્ટિગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જે 33 વર્ષ બાદ તેમના કરિયરનો આ ખાસ દિવસ હતો. આ ખુશી વચ્ચે રવિનો એક રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની પત્નિએ કેમરાની સામે કાંઈક એવું કર્યું કે, ખુદ રવિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
એવોર્ડ લેતી વખતે રવિ ભાવુક થઈ ગયો
સ્ટેજ પર એવોર્ડ લેતી વખતે રવિ ભાવુક થઈ ગયો અને તેમની આંખોમાં આસું પણ આવી ગયા હતા. તેમણે તેમની પત્ની અને બાળકોનો આભાર માન્યો હતો અને સાથે તેમની સફળતા માટેનો શ્રેય પણ ફેમિલીને આપ્યો હતો. જો કે, આ જ કાર્યક્રમ દરમિયાન રવિ અને તેની પત્નીનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં, તેની પત્ની દ્વારા કરવામાં આવેલા કૃત્યથી રવિ આશ્ચર્યચકિત થઈ ગયો.
આ પણ વાંચો: જેને બધા 'તુ હીરો મટીરિયલ નથી' કહેતા હતા એને જ સાઉથ સુપરસ્ટારે આગામી 'રજનીકાંત' ગણાવ્યો
પત્નીએ પોઝ આપતી વખતે તેમનો હાથ ઝાટકી નાખ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રવિ કિશન તેની પત્ની સાથે સ્ટેજ પર પોઝ આપી રહ્યો છે. પાપારાઝીએ તેમને નજીક આવીને ફોટો પડાવવા માટે કહ્યું. રવિએ તરત જ તેની પત્નીના હાથમાંથી ફોન લીધો અને કોઈને આપ્યો, જેથી કરીને તેઓ આરામથી હાથ પકડી શકે. પરંતુ જેવો રવિએ તેમનો હાથ પકડ્યો કે તેમની પત્નીએ અચાનક ઝાટકો માર્યો હતો. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ, અને આ ક્લિપ હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ કપલનો લુક પણ અદ્ભુત હતો, બંનેએ કાળા રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા હતા.
'મારા પરિવારના સમર્થન વિના આ શક્ય ન હતું'
આ વીડિયો પર નેટીઝન્સના રિસ્પોન્સ આવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેમની પત્નીના આવા વર્તનની ટીકા કરી છે, જ્યારે અન્ય લોકોએ તેને રમુજી ગણાવ્યું. કોમેન્ટનો વરસાદ કપલની લોકપ્રિયતાને દર્શાવી રહી છે. રવિ કિશનને શનિવારે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિએ સ્ટેજ પર વાત કરતાં કહ્યું કે, 'આ એવોર્ડ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' તેમણે તેમની પત્ની અને બાળકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'મારા પરિવારના સમર્થન વિના આ શક્ય ન હતું.' રવિની જીતથી તેમના ચાહકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો.
આ પણ વાંચો: 'ભાઈ તમને કામ મળ્યું?', ગંભીર આરોપ લગાવનારા અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ

