પ્રભાસની સ્પિરિટમાંથી રશ્મિકા મંદાના આઉટ થઈ ગઈ

- સિકંદરની નિષ્ફળતા નડી ગઈ હોવાની ચર્ચા
- ઉપરાછાપરી ત્રણ ફિલ્મો સુપરહિટ થતાં રશ્મિકા સાતમા આસમાને હતી પણ સિકંદરે સાથ ન આપ્યો
મુંબઇ : પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માંથી રશ્મિકા મંદાના આઉટ થઈ ગઈ હોવાનું કહેવાય છે. સલમાન સાથેની ફિલ્મ 'સિકંદર'ની નિષ્ફળતા તેને નડી ગઈ હોવાનું ચર્ચાય છે.
રશ્મિકા આ ફિલ્મ માટ ચાર કરોડ રૂપિયા ફી લેવા માટે રાજી થઇ ગઇ હતી. પરંતુ સિકંદર ફિલ્મ ફ્લોપ જતાં ફિલ્મસર્જક હવે તેના સ્થાને અન્ય કોઇ અભિનેત્રીને શોધી રહ્યો છે. જોકે, રશ્મિકા હજુ પણ આ ફિલ્મમાં ટકી રહેવા માટે પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રશ્મિકાની છેલ્લી ત્રણ ફિલ્મા 'એનિમલ', 'પુષ્પા ટૂ'અને' છાવા'એ ૩૫૦૦ કરોડ રૂપિયાની ધૂમ કમાણી કરી છે. જ્યારે 'સિકંદર' મહાફલોપ થતાં લકી ચાર્મ તરીકેની રશ્મિકાની છાપને નુકસાન થયું છે.
હવે તેને બિગ બજેટ ફિલ્મો મેળવવા માટે પ્રયાસ કરવા પડશે એમ મનાય છે.

