રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સગપણ કરી લીધું

- જોકે યુગલ કે તેમના પરિવારજનો તરફથી સત્તાવાર જાણ કરવામાં આવી નથી
મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય લઇને સગપણ કરી લીધું છે. પરિવારજનો તેમજ અંગત મિત્રોની હાજરીમાં તેમણે સગપણ કર્યું હોવાનો એક રિપોર્ટ છે. તેમના લગ્ન આવતા વરસના ફેબુ્રઆરી મહિનામાં કરવામાં આવશે તેવો પણ રિપોર્ટમાં જણાવામાંઆવ્યું છે. જોકે તેમણે તેમજ તેમના પરિવાર તરફથી આ શુભ સમાવાર વિશે જણાવામાં આવ્યું નથી.
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ પહેલી વખત ફિલ્મ ગીત ગોવિંદમમાં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેઓ ડેટ કરવા લાગ્યાની ચર્ચા હતા. એ પછી તેઓ વારંવાર જાહેરમાં રેસ્ટોરન્ટમાં અને વેકેશન પર દેશ-વિદેશમાં સાથે સમય પસાર કરતા જોવા મળતા હતા.
રશ્મિકા મદાના વિજય દેવરકોંડાને ડેટ કરતા પહેલા સાઉથ એકટર રક્ષીત શેટ્ટી નામ ડેટ કરતી હતી. યુગલે ૨૦૧૭માં સગપણ કરી લીધું હતું પરંતુ ૨૦૧૮માં તેમનું સગપણ તૂટી ગયુ હતું. આ પછી અભિનેત્રીનું નામ વિજય દેવરકોંડા સાથે જોડાયું હતું.









