Entertainment

રશ્મિકા નવી ફિલ્મમાં એક વીરાંગનાની ભૂમિકામાં હોવાની સંભાવના

By GS TEAM
27 Jun 20251 min read
રશ્મિકા નવી ફિલ્મમાં એક વીરાંગનાની ભૂમિકામાં હોવાની સંભાવના

- રશ્મિકાએ  આગામી ફિલ્મનું પોસ્ટર  લોન્ચ કર્યું

- અત્યાર સુધી ગૌણ સ્ત્રીપાત્ર જ ભજવનારી રશ્મિકાની આ ફિલ્મ ફિમેલ સેન્ટ્કિ હશે

મુંબઇ : રશ્મિકાની 'પુષ્પા'અને 'એનિમલ' જેવી સુપર હિટ ફિલ્મોમાં એક સામ્ય એ છે કે રશ્મિકાએ બહુ જ પ્રભાવશાળી અને આક્રમક પુરુષ હિરોની સાથે એક ગૌણ સ્ત્રીપાત્ર જ ભજવ્યું છે. હવે  રશ્મિકા એક ફિેમેલ સેન્ટ્રિક ફિલ્મ કરી રહી છે. જેમાં તે એક વિરાંગનાની ભૂમિકામાં દેખાશે તેવો સંકેત તેણે રીલિઝ કરેલાં પોસ્ટર પરથી મળ્યો છે. 

વાસ્તવમાં રશ્મિકાના ચાહકો એ વાતે ચિંતિત છે કે તેને હજુ સુધી કોઈ સ્ટ્રોન્ગ કે પછી સમગ્ર ફિલ્મ પર છવાઈ જાય તેવું મજબૂત સ્ત્રીપાત્ર મળ્યું જ નથી. તેના ભાગે પુરુષપ્રધાન  ફિલ્મોમાં હિરોની પ્રેમિકા કે  પત્ની તરીકે થોડાંક ભાવનાશીલ દ્રશ્યો અને સોંગ્સ સિવાય ભાગ્યે જ કશું આવે છે. કદાચ રશ્મિકા પણ આ છાપ ભૂંસવા  માગે છે તેવું તેની નવી ફિલ્મના પોસ્ટર પરથી જમાય છે. 

આ ફિલ્મમાં રશ્મિકા જંગલમાં એક હથિયારધારી મહિલા તરીકે જોવા મળે છે. તેની સાથે જંગલનું વૃક્ષ સળગતી હાલતમાં દેખાય છે. તેના પરથી ચાહકોને રશ્મિકાનું પાત્ર દમદાર હશે તેવી આશા જાગી છે.

'પુષ્પા' ફિલ્મ પછી રશ્મિકાને નેશનલ ક્રશનું ટેગ મળ્યું હતું. તેનાં સદનસીબે  તેની મોટાભાગની ફિલ્મો સુપરહિટ થઈ છે. પરંતુ હજુ સુધી તેને ભાગે કેરિયરમાં યાદગાર કહેવાય એવું પાત્ર ભજવવાનું આવ્યું નથી.