Entertainment

રણવીરની ડોન થ્રીનું શૂટિંગ આગામી જાન્યુ.માં શરુ થશે

By GS TEAM
19 Sep 20251 min read
રણવીરની ડોન  થ્રીનું શૂટિંગ આગામી જાન્યુ.માં શરુ થશે

- ધૂરંધર રીલિઝ થયા પછી શૂટિંગ હાથ ધરાશે     

- આમિરે સૂચવેલા ફેરફારો કરવા જતાં ફિલ્મનું શૂટિંગ મોડું શરુ થવાની આશંકા

મુંબઇ : ફરહાન અખ્તરની લાંબા સમયથી અટવાતી 'ડોન થ્રી'નું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની ધારણા છે. રણવીરની ધૂરંધર આગામી ડિસેમ્બરમાં રીલિઝ થાય તે પછી તે ફરહાનની આ ફિલ્મ હાથ ધરશે. ફરહાન અખ્તરે   ફિલ્મ  ૨૦૨૬માં રીલિઝ કરવાનો પ્લાન બનાવ્યો છે. જાન્યુઆરી મહિનાથી  શૂટિંગ શરૂ કર્યા પછી ફરહાન આખું વરસ આ જ ફિલ્મ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ ફિલ્મની ઘોષણા લાંબા સમયથી થઇ ગઇ હોવા છતાં હજી સુધી આ ફિલ્મ પર  કામ શરુ ન થતાં અનેક અટકળો ફેલાઈ હતી.