Entertainment

રણવીરને ટાઈમ ટ્રાવેલનો સબ્જેક્ટ ધરાવતી ફિલ્મ ઓફર થઈ

By GS TEAM
27 Jul 20251 min read
રણવીરને ટાઈમ ટ્રાવેલનો સબ્જેક્ટ ધરાવતી ફિલ્મ ઓફર થઈ

મુંબઈ: રણવીરને ટાઈમ ટ્રાવેલનો સબ્જેક્ટ ધરાવતી  એક બિગ  બજેટ ફિલ્મ  ઓફર કરવામાં આવી  છે. 'સ્ત્રી' ફ્રેન્ચાઈઝીની ફિલ્મો બનાવી ચૂકેલા  દિનેશ વિજન આ ફિલ્મ બનાવી રહ્યા છે. 

રણવીર થોડા દિવસો  પહેલાં દિનેશ વિજનની ઓફિસે જોવા મળ્યો હતો. તે આ હાલ આ ફિલ્મ સંદર્ભમાં નિર્માતા સાથે ચર્ચા કરી રહ્યો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીરને ફિલ્મની સ્ટોરી પસંદ પડી છે. જોકે, હજુ  સુધી તેણે ફાઈનલ સંમતિ આપી નથી. રણવીરના નિર્ણય બાદ આ વર્ષના અંત  સુધીમાં સમગ્ર કાસ્ટ નક્કી  થઈ શકે  છે. 'બધાઈ હો' તથા 'મૈદાન' જેવી ફિલ્મોના  દિગ્દર્શક અમિત રવિન્દ્રનાથ શર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. 

રણવીરની 'ડોન થ્રી'નું શૂટિંગ એક યા બીજા કારણોસર લંબાઈ રહ્યું છે. તે હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ધુરંધર'ની રીલિઝની તૈયારી કરી રહ્યો છે.