Get The App

Dhurandhar Box Office: 'ધુરંધર'ના કારણે રણવીર સિંહ Vs રણબીર કપૂર, ફિલ્મની કમાણી 418 કરોડને પાર

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
Dhurandhar Box Office: 'ધુરંધર'ના કારણે રણવીર સિંહ Vs રણબીર કપૂર, ફિલ્મની કમાણી 418 કરોડને પાર 1 - image


Dhurandhar Box Office: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ના કલેક્શન દરરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે ફિલ્મની કમાણી રિલીઝના 13માં દિવસે 418 કરોડને પાર પહોંચી છે. આમ અત્યારસુધી રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી 1000 ફિલ્મની લિસ્ટામાં ટોપ 10માં ધુરંધરે પોતાની જગ્યા બનાવી છે. આ દરમિયાન રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ના કલેશન લેવલ સુધી 'ધુરંધર' ફિલ્મ પહોંચવા જઈ રહી છે, ત્યારે રણવીર સિંહ Vs રણબીર કપૂર સ્થિતિ જોવા મળી છે.

'ધુરંધર' ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર 1000 ફિલ્મના લિસ્ટમાં ટોપ 10માં સ્થાને છે. તેમજ 'ધુરંધર' આ લિસ્ટમાં ટોપની કમાણી કરનારી ફિલ્મનો એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ આંકડો ક્યાં સુધી પહોંચશે તે ખ્યાલ નથી, પરંતુ તેમના સૌથી મોટા હરીફ માનવામાં આવાત રણબીર કપૂરનો રેકોર્ડ હવે તૂટવાની તૈયારી પર છે. 

'ધુરંધર' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી એક્શન, એડવેન્ચર, સ્પાઈ અને થ્રિલર ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી રહી છે કે, ફિલ્મ રિલીઝ થયાના માત્ર 12 દિવસમાં 411.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે 13માં દિવસે સાંજે 5:05 વાગ્યા સુધીમાં ફિલ્મે 11.19 કરોડની કમાણી સાથે કુલ 422.94 કરોડ રૂપિયા કમાયા છે. જોકે આ આંકડો હજુ વધી શકે છે. 

આ પણ વાંચો: ઓસ્કાર 2026 માટે જાણીતા યુવા એક્ટરની ફિલ્મ શોર્ટલિસ્ટ, કરણ જોહર ખુશખુશાલ!

સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મ

પુષ્પા 2 : 812.14 કરોડ

સ્ત્રી 2 : 597.99 કરોડ

છાવા : 585.7 કરોડ

જવાન : 582.31 કરોડ

ગદર 2 : 525.7 કરોડ

પઠાણ : 524.53 કરોડ

બાહુબલી 2 : 510.99 કરોડ

એનિમલ : 502.98 કરોડ

KGF 2 : 435.33 કરોડ

ધુરંધર : 419 કરોડ