Entertainment

શક્તિમાન ફિલ્મમાંથી રણવીર સિંહને રિપ્લેસ નહિ કરાય

By GS TEAM
22 Jun 20251 min read
શક્તિમાન ફિલ્મમાંથી રણવીર સિંહને રિપ્લેસ નહિ કરાય

- દિગ્દર્શક બેસિલ જોસેફે અફવાઓ નકારી 

- રણવીર સામે વિરોધ હોવાથી અલ્લુ અર્જુન રિપ્લેસ કરશે તેવી ચર્ચા હતી

મુંબઈ: રણવીર સિંહ જ 'શક્તિમાન' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. રણવીરને આ ફિલ્મમાંથી પડતો મૂકવામાં આવ્યો છે અને અલ્લુ અર્જુન તેને બદલે મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અફવામાં કોઈ તથ્ય નથી એમ ફિલ્મના દિગ્દર્શક  બેસિલ જોસેફે જણાવ્યું છે. 

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અફવા ચાલતી હતી કે આ ફિલ્મના હિરો તરીકે રણવીર સામે વિરોધ હોવાથી તેને પડતો મૂકાયો છે. મૂળ ટીવી શો 'શક્તિમાન' પરથી આ ફિલ્મ બની રહી છે. ટીવી સીરિયલમાં શક્તિમાનની ભૂમિકા ભજવનારા મુકેશ ખન્નાએ રણવીર સિંહને આ રોલ સોંપવા સામે વિરોધ કર્યો હતો. રણવીર સિંહનું ન્યૂડ ફોટો શૂટ વાયરલ થયા બાદ મુકેશ ખન્નાએ કહ્યું હતું કે રણવીર સિંહ બાળકોમાં લોકપ્રિય આ પાત્ર ભજવવા માટે લાયક નથી. જોકે, હવે બેસિલ જોસેફે તમામ અફવાઓ નકારી કાઢી છે. 

બેસિલ જોસેફ અગાઉ સુપરહિરોની કથા પર આધારિત 'મિનલ મુરલી' ફિલ્મ બનાવી ચૂક્યા છે.