રણબીરની 'ધુરંધર' ફિલ્મમાં મોટી ખામી જોઈ ફેન્સનું માથું ચકરાયું, મેકર્સે ક્યાં લોચો માર્યો?

Film Dhurandhar : બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર' દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ફિલ્મના દમદાર ગીતો, જબરદસ્ત વાર્તા અને તમામ કલાકારોના અભિનયના વખાણ થઈ રહ્યા છે, પરંતુ આદિત્ય ધર દિગ્દર્શિત આ બ્લોકબસ્ટર ફિલ્મમાં એક એવી મોટી લોજિકલ ખામી જોવા મળી છે, જેને સ્વીકારવી દર્શકો માટે મુશ્કેલ બની રહી છે. આ ખાસ સિક્વન્સમાં રણવીર સાથે અભિનેત્રી સારા અર્જુન જોવા મળી છે.
ખામી : જેણે ટીપ આપી તેને જ પોલીસ પકડવા દોડી
જો તમે ફિલ્મ નથી જોઈ, તો આ ભાગમાં થોડો સ્પૉઇલર છે. ફિલ્મમાં એક સીન ક્લબમાં ચાલી રહેલી પાર્ટીનો છે, જેમાં સારા અર્જુન (ધારાસભ્યની દીકરીનું પાત્ર) હાજર હોય છે. અહીં રણવીર એટલે કે ‘હમઝા’ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પાર્ટીમાં દરોડો પાડવાની ટીપ આપે છે. ટીપ મળતા જ પોલીસનો કાફલો ચાર-પાંચ ગાડીઓ લઈને ત્યાં પહોંચી જાય છે. અંધાધૂંધી વચ્ચે હમઝા, સારાને પોતાની બાઈક પર બેસાડી ભાગી જાય છે અને પોલીસ તેમનો પીછો કરે છે.
આ પણ વાંચો : ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, કૌભાંડોનો પર્દાફાશ, જાણો ક્યાં બની ઘટના
ફિલ્મ જોનારા દર્શકો મૂંઝવણમાં !
આ સીન જોઈને દર્શકોને એક સવાલ થાય છે કે, જો ફિલ્મમાં ઉઝૈર નામનું એક પાત્ર હમઝાને એવું કહે છે કે, તેની ગેંગના સંબંધો અહીંના એસપી સાથે સારા છે અને પોલીસ તેમને સપોર્ટ કરે છે, તો પછી ગેંગના ખાસ માણસ હમઝાને પકડવા માટે પોલીસ કેમ પાછળ પડી?
બીજી આશ્ચર્યજનક વાત એ છે કે, હમઝાએ પોતે જ પોલીસને ટીપ આપી હતી, તેમ છતાં પોલીસ તેને જ પકડવા દોડી રહી છે, ભલે તેના ગેંગને પોલીસનો સપોર્ટ હોય. આ ઘટના દર્શાવે છે કે, મેકર્સે પોલીસના સપોર્ટ અને હીરોનો પીછો કરવાના આ લોજિકલ ગૂંચવાડાને ઉકેલવા પર પૂરતું ધ્યાન આપ્યું નથી.
ફિલ્મની અન્ય એક ખામી
વધુ એક વિચિત્રતા વાત એ છે કે, સારા અર્જુન એક ધારાસભ્યની દીકરી છે, જેનો દબદબો વિસ્તારમાં છે, છતાં પોલીસ તેની પાછળ પણ પડે છે! જોકે આ નાની ખામીને બાદ કરતાં અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારોએ શાનદાર અભિનય આપીને ફિલ્મને શ્રેષ્ઠ અને વખાણવા લાયક બનાવી છે અને ફિલ્મ હજી પણ દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે.
આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા

