Entertainment
રણવીર સિંહે 4.5 કરોડ રૂપિયાની ઇલેકટ્રીક કાર ખરીદી
By GS TEAM
11 Jul 20251 min read

- રણવીરના ઘરે ડિલિવરીનો વિડીયો વાયરલ
- રણવીર પાસે લક્ઝરી કારોનો કાફલો સૌથી સસ્તી કાર 99 લાખની
મુંબઇ : રણવીર સિંહે તાજેતરમાં પોતાના જન્મદિવવસે હમર ઈવી ૩ એક્સ કાર ખરીદી છે. તેના કાફલામાં આ સૌથી પહેલી ઈવી કાર છે. આ કારની કિંમત આશરે ૪.૫ કરોડ રુપિયા હોવાનું મનાય છે. આ કાર રણવીરસિંહને ઘરે ડિલિવર થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. રણવીર પાસે લક્ઝરી કારોનો કાફલો છે. તેમાં રેન્જ રોવર થી લઇને લેંબોર્ગિની, મર્સિડિઝ, જગુઆર વગેરે સામેલ છે. તેની મોટાભાગની કારોની કિંમત દોઢથી ત્રણ કરોડ વચ્ચે છે. તેના કાફલામાં સામેલ કારોમાં સૌથી સસ્તી કાર ૯૯ લાખની જગુઆર છે. રણવીરની નેટવર્થ ૩૦૦ કરોડે રૂપિયા હોવાનું કહેવાય છે.
તે ફિલ્મો, વિજ્ઞાાપનો અને સ્ટેજ પરફોર્મન્સ દ્વારા કમાણી કરે છે. તે એક ફિલ્મ માટે ૩૦ થી ૫૦ કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે.









