Entertainment

'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!

By GS TEAM
2 Dec 20252 mins read
TukuTouch Logo
અભિનેતા રણવીર સિંહ હાલમાં આગામી ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દિવસોમાં તેઓ એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'માં દર્શાવવામાં 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!

Ranveer Singh Mimicking Kantara Chaunda Devi Scene: અભિનેતા રણવીર સિંહ હાલમાં આગામી ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દિવસોમાં તેઓ એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'માં દર્શાવવામાં 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે. 

શું છે સમગ્ર વિવાદ?

હાલમાં જ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા(IFFI)ના મંચ પર રણવીર સિંહે 'કાંતારા'ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે 'દૈવ એક્ટ'ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

રિષભ શેટ્ટીએ જાહેરમાં રોક્યો હતો 

'કાંતારા' ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં મંચ પર તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી.  

આ પણ વાંચો: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર વિવાદોમાં, મેજર મોહિત શર્માનો પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો

આખરે, રણવીર સિંહે માફી માંગી

આ ઘટના પછી રણવીર સિંહની સોશિયલ મીડિયા સહિત ચોતરફ ભારે ટીકા થઈ હતી. તેથી આખરે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને માફી માંગી છે. રણવીર સિંહે કહ્યું છે કે, 'મારો ઇરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું. જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય, તો તેના માટે હું દિલથી માફી માંગુ છું.'

નોંધનીય છે કે, હાલ રણવીર સિંહ આગામી ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.