Get The App

વર્ષો સુધી અલગ રહ્યા બાદ ફરી સાથે આવ્યા રણધીર કપૂર અને બબીતા, પુત્રી કરીનાએ જણાવ્યું કારણ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષો સુધી અલગ રહ્યા બાદ ફરી સાથે આવ્યા રણધીર કપૂર અને બબીતા, પુત્રી કરીનાએ જણાવ્યું કારણ 1 - image


Kareena on Randhir Babita : બોલિવૂડમાં જેટલા સમાચાર લગ્નના આવે છે તેટલા જ સમાચાર છૂટાછેડાના પણ આવે છે. પરંતુ, આજે અમે તમને એવા કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વર્ષો પહેલા એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે. પરંતુ, હવે ફરીથી આ બંને સાથે આવી ગયા છે. એ વાતનો ખુલાસો આ સ્ટાર કપલની નાની પુત્રી અને બોલિવૂડની ટોપની અભિનેત્રીએ કર્યો છે.

આ પણ વાંચો: 'પાકિસ્તાનમાં મારા સારા મિત્રો છે, કોઈ મને રોકી નહીં શકે...', દિલજીતના સમર્થનમાં નસીરુદ્દીન શાહની ટિપ્પણી



સાથે રહેવા લાગ્યા બબીતા અને રણધીર 

આ બંને કપલ કે જેમની વાત કરી રહ્યા છીએ તે બબીતા અને રણધીર કપુર છે. કરીના કપૂરે તાજેતરમાં મોજો સ્ટોરી સાથે વાત કરતી વખતે આ વાતનો ખુલાસો કર્યો. કરીનાએ તેના માતા-પિતા વિશે વાત કરતાં કહ્યું- 'દરેકના માતા-પિતા દુનિયામાં શ્રેષ્ઠ હોય છે. મારા માતા-પિતા પણ દુનિયાના શ્રેષ્ઠ માતા-પિતા છે. કરીનાના માતા-પિતા વર્ષોથી એકબીજાથી અલગ રહે છે. તેમને હવે સમજાયું કે શું તેઓ કાયમ માટે આ રીતે રહેવા ઈચ્છે છે.'



હાથ પકડીને સાથે જીવવા ઈચ્છે છે

કરીનાએ કહ્યું કે 'તેમની ઢળતી ઉંમરે તેઓ એકબીજાનો હાથ પકડીને સાથે રહેવા માંગે છે. કારણ કે આ રીતે બંનેની સફર શરૂઆત થઈ હતી. મારા અને કરિશ્મા માટે આ શ્રેષ્ઠ વાત છે. હું મારી લાઈફમાં જે કંઈ પણ કરવા માંગતી હતી, મારા માતા-પિતાએ મને હંમેશા સપોર્ટ કર્યો છે.'

આ પણ વાંચો: પાકિસ્તાનમાં સરદારજી 3ને મળેલા પ્રેમથી દિલજીત દોસાંઝ ખુશ, વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

ફાઈલ પર  આપ્યા હતા છૂટાછેડા

કરીના વધુમાં કહ્યું કે, 'મારી માતાએ કરિશ્માને ફિલ્મોમાં જવા માટે સંપૂર્ણ સપોર્ટ કર્યો હતો. કપૂર પરિવારે સ્ટીરિયો ટાઇપને નકારી કાઢ્યો હતો. મારા પિતા પણ આ વાત સાથે સંમત થયા. કરીનાએ કહ્યું કે, એક પુરુષને ખ્યાલ હોય છે, કે માતા હંમેશા કાળજી લે છે. જો તે સ્ત્રીને સકારાત્મક રીતે ટેકો આપે છે, તો બંને બાળકોનો સુંદર ઉછેર કરી શકે છે. આવું થાય છે, પરંતુ પુરુષોને એ જાણવું જોઈએ કે માતા શું કરે છે અને તેને તેનો ક્રેડિટ આપવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, બબીતા ​​અને રણધીરના લગ્ન 1971 માં થયા હતા. જ્યારે બંનેએ 1988 માં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારબાદ બંને અલગ રહેવા લાગ્યા.

Tags :