Get The App

રણબીરની કબૂલાતઃ કપૂર ખાનદાનમાં ધો. 10 પાસ કરનારો હું પહેલો છોકરો

Updated: Jul 11th, 2022

GS TEAM

Google News
Google News
રણબીરની કબૂલાતઃ કપૂર ખાનદાનમાં ધો. 10 પાસ કરનારો હું પહેલો છોકરો 1 - image


- 53 ટકા આવ્યા તેમાં તો આખાં ખાનદાને ભેગા થઈ પાર્ટી કરી 

- પત્ની આલિયા કે કઝિન સિસ્ટર્સ કરીના કે કરિશ્મા ગ્રેજ્યુએટ પણ નથી : રિદ્ધીમા અમેરિકામાં ભણી છે  

મુંબઈ : કરોડોમાં આળોટતા ફિલ્મ સિતારાઓનું શિક્ષણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. હવે રણબીર કપૂરે એક ફન વીડિયોમાં કબૂલ્યું છે કે ધો. ૧૦માં પાસ થયો હોય તેવો પોતે કપૂર ખાનદાનનો પહેલો છોકરો હતો. 

આ ફન વીડિયોમાં ણબીરે નિખાલસ થઈને કબૂલ્યું હતું કે તેને ધો. ૧૦માં માત્ર ૫૩.૪ ટકા આવ્યા હતા. જોકે, આ પરિણામ પછી પણ કપૂર ખાનદાનમાં હરખનાં ઘોડાપૂર ઉમટયાં હતાં કારણ કે સમગ્ર ખાનદાનમાં ધો. ૧૦નો મુકામ પાસ કર્યો હોય તેવો એ પહેલો છોકરો હતો. 

ઉલ્લેખનીય છે કે રણબીરની બહેન રિદ્ધિમા અભ્યાસમાં તેજસ્વી હતી. તેણે અમેરિકામાં શિક્ષણ મેળવ્યું છે. બીજી તરફ રણબીરની પિતરાઈ બહેનો અભિનેત્રી કરિશ્મા કે કરીના બંનેમાંથી કોઈ ગ્રેજ્યુએટ નથી. કરિશ્માએ નાની વયથી જ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દેતાં પોતાનું ભણતર પૂરું કર્યું ન હતું. કરિના કપૂર ધો. ૧૨ પાસ કર્યા પછી કોલેજનું પગથિયું ચઢી હતી ખરી પરંતુ તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ન હતું. 

બીજી તરફ રણબીરની પત્ની અને આજની ટોપ એકટ્રેસ આલિયા ભટ્ટ ખુદ ધો. ૧૨ પાસ હોવાનું કહેવાય છે. જોકે આ દાવા અંગે પણ અનેક શંકા કુશંકા છે. 

Tags :