'શમશેરા'ના ડાયરેક્ટરને રોજ પેટ ભરીને ગાળો આપતો હતો રણબીર કપૂર

Updated: Jul 10th, 2022


નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022

પોતાની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત રણબીર કપૂરે ખુલાસો કરતા કહ્યુ હતુ કે, હું ફિલ્મના ડાયરેક્ટરને રોજ ગાળો આપતો હતો.

રણબીર કપૂર આ ફિલ્મમાં ડાકુના રોલમાં છે. તેણે કહ્યુ હતુ કે, શૂટિંગ દરમિયાન મને બહુ મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. આ ફિલ્મના શૂટિંગમાં રોજ મારે 20 વખત નહાવુ પડતુ હતુ અને તે વખતે હું ડાયરેક્ટરને મનમાં ગાળો આપતો હતો. કારણકે સેટ પર રોજ 10 થી 15 કિલો ધૂળ એકઠી કરી રખાતી હતી. જ્યારે પણ શૂટિંગ શરુ થાય ત્યારે ફિલ્મની સ્ટોરીના ભાગરુપે ધુળને પંખા આગળ રાખીને ઉડાડવામાં આવતી હતી. જેના કારણે ધૂળ મારી આંખો, વાળ અને મોઢામાં ઘુસતી હતી. આવી સ્થિતિમાં ડાયલોગ બોલવામાં પણ મને તકલીફ પડતી હતી.

રણબીરે આગળ કહ્યુ હતુ કે, મારે ઘરે 20 વખત નહાવુ પડતુ હતુ અને તો પણ ધૂળ નીકળથી નહોતી. તે વખતે હું મનમાં ડાયરેકટરને ગાળો આપતો હતો.

જોકે રણબીરનુ કહેવુ છે કે, ફિલ્મના સીન મેં પાછળથી જોયા ત્યારે મને ખબર પડી હતી કે, ધૂળ બહુ જરુરી હતી અને મારી મહેનત બેકાર નથી ગઈ.

રણબીરે કહ્યુ હતુ કે, ફિલ્મમાં પહેલા બલીનો રોલ હું કરવાનો હતો અ્ને શેરાનો રોલ બીજા અભિનેતાને ઓફર થવાનો હતો પણ મેં જ્યારે ફિલ્મની સ્ટોરી જાણી ત્યારે મેં સામેથી બંને રોલ કરવા માટે કહ્યુ હતુ.


    Sports

    RECENT NEWS