રામાયણ માટે ખુદ રણબીર કપૂર ખતરો! આ ત્રણ કારણથી 835 કરોડ ડૂબવાનું જોખમ
| ||||
Ramayan: બોલિવૂડના અભિનેતા રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ 'રામાયણ'ને લઇને હાલના દિવસોમાં ચર્ચામાં છે. અમુક દિવસો પહેલા ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો હતો, જેમાં રણબીર અને યશનો લૂક જોઈ તેમના ચાહકો ખુશ થયા હતા. જણાવી દઈએ કે'રામાયણ' ફિલ્મ 2026ની દિવાળીમાં રિલીઝ થશે, પરંતુ રણબીર પોતે જ આ ફિલ્મ માટે જોખમ બની શકે છે. જાણો એવી ત્રણ બાબતો જે આ ફિલ્મને ડૂબાડી શકે છે.
'રામાયણ' માટે જોખમ બન્યો રણબીર કપૂર
1 એનિમલ:
રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ 'એનિમલ' હતી, જેણે બૉક્સ ઑફિસ પર 900 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મના ડાયલૉગ્સ, સીન્સ અને ખાસ કરીને તૃપ્તિ ડિમરી સાથેના ઈન્ટિમેટ સીનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. કેટલાક લોકો X પર પોસ્ટ શેર કરીને લખી રહ્યા છે કે, ‘પહેલાં વલ્ગારિટી ફેલાવો પછી ભગવાન રામની ભૂમિકા ભજવો.’ આમ, હાલ આ મુદ્દે સોશિયલ મીડિયા પર રણબીર ટ્રોલ થઈ રહ્યો છે, જે તેની આવનારી ફિલ્મને નુકસાન પહોંચાડી શકે છે.
2.રામ ચરણ Vs રણબીર
રણબીર કપૂરને ભગવાન રામની ભૂમિકામાં કેટલાક લોકો સ્વીકારવા તૈયાર જ નથી. હાલ X હેન્ડલ પર ‘રામ ચરણ’ શબ્દ વધારે ટ્રેન્ડ કરી રહ્યો છે, અને લોકો તેને 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકામાં જોવા ઈચ્છે છે. જો કે રણબીર અનુભવી એક્ટર છે, તે ફિલ્મમાં દરેકને ખોટા સાબિત કરી શકે છે. જણાવી દઈએ રણબીરના ચાહકો પણ ઈચ્છે છે કે રામની ભૂમિકા માટે રામ ચરણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સંજોગોમાં લોકોને ખોટા સાબિત કરવા રણબીરના માથે મોટી જવાબદારી રહેશે, નહીં તો ફિલ્મ રિલીઝ બાદ સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચો : 'મને નથી આવતી મરાઠી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ
3.ફિલ્મનું નામ
છેલ્લાં ઘણાં દિવસોથી 'રામાયણ'ના ટાઇટલ પર વિવાદ થઈ રહ્યો છે. Chitale Group ના માલિકોમાંથી એક નિખિલ ચિતલેએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘આ રામાયણ છે, રામાયણા નહીં. આ રામ છે, રામા નહીં.’ એ જ રીતે, 'મહાભારતા' નહીં 'મહાભારત,' 'યોગા' નહીં 'યોગ,' અને 'ધર્મા' નહીં 'ધર્મ' હોવું જોઈએ. ભારતીય શબ્દોનું અંગ્રેજીકરણ ટાળવું જોઈએ.' આ વાતને લઇ ઘણાં લોકોએ નિખિલ ચિતલેનું સમર્થન કર્યું છે. પણ જો ફિલ્મમેકર્સ આ વાત પર ગંભીરતા નહીં લે તો ફિલ્મના ટાઇટલને લઇ ભવિષ્યમાં નવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.