Get The App

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ 1 - image
                                                                                                                                image source:IANS 

Dinesh Lal Yadav Fires Back On Marathi: ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો. આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

આ પણ વાંચો : ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

Tags :