Get The App

રણબીરની ફિલ્મ 'રામાયણ'માં મોટી ભૂલ! 67 વર્ષીય એક્ટરથી ખતરો, જાણો કઈ રીતે

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
રણબીરની ફિલ્મ 'રામાયણ'માં મોટી ભૂલ! 67 વર્ષીય એક્ટરથી ખતરો, જાણો કઈ રીતે 1 - image


Film Ramayana: આમ તો રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એકથી ચઢતા એક પાત્રોને ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ ઘણી વાર ખૂબ જ વિચારીને લેવામાં આવેલા નિર્ણયોમાં મોટું જોખમ હોય છે. જેમ કે, રામાયણ ફિલ્મનું બજેટ 4000 કરોડ છે. તે સાંભળમાં ફિલ્મને જેટલી મોટી ફિલ કરાવે છે તેટલું જ જોખમ પણ છે. પરંતુ આજે આપણે બજેટને છોડીને ફિલ્મના એક પાત્રની વાત કરીશું. જે રણબીર કપૂરની ફિલ્મ રામાયણને હિટ પણ કરી શકે છે અને ફ્લોપ પણ કરી શકે છે. આ ફિલ્મમાં મોટી કાસ્ટ જોવા મળશે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, મેકર્સે રાજાના રોલ માટે કોઈ ઉતાવળ તો નથી કરી દીધી ને. આ એક મોટો ચહેરો ફિલ્મ માટે કેમ જોખમ ઉત્પન્ન કરી શકે છે? ચાલો આ ત્રણ વાતથી સમજીએ. 

એક મોટા ચહેરાને ફિલ્મમાં લેવું એ હંમેશાથી જ એક શાનદાર નિર્ણય રહ્યો છે. પ્રમોશન્સ, ટ્રેલરમાં તેની ઝલક જોઈને ચાહકો ફિલ્મ જોવા પહોંચશે. જે એક તગડી સ્ટ્રેરજી છે, પરંતુ તેનાથી લીડ એક્ટર એટલે કે રામ બનેલા રણબીર કપૂરને સીધી ટક્કર મળશે. મેકર્સ એક જગ્યાએ ફાયદાના ચક્કરમાં બીજી જગ્યાએ મોટું નુકસાન કરાવી રહ્યા છે. અને આ કોઈ બીજું નથી રાજા દશરથનું પાત્ર ભજવનારા 67 વર્ષીય એક્ટર અરુણ ગોવિલ છે. ફિલ્મમાં તેની એન્ટ્રીથી લોકો ખુશ તો છે જ પરંતુ તેની સાથે એક ટેન્શન પણ છે. 

દશરથ રાજા બની રહેલા એક્ટરથી કેમ ખતરો?

1. તુલના

રણબીર કપૂર પહેલીવાર ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. જેને લઈને લોકોમાં કન્ફ્યૂઝન છે કે તે કેવું પાત્ર ભજવશે. આવી સ્થિતિમાં આ જ ફિલ્મમાં અરુણ ગોવિલને રાજા દશરથનો રોલ આપવો એ કેટલો યોગ્ય નિર્ણય છે? આમ તો અભિનેતાની ફેન ફોલોઈંગ તગડી છે, તેથી તેના હોવાથી ફિલ્મને બૂસ્ટ મળશે. પરંતુ રામનું પાત્ર અમર બનાવી દેનારા એક્ટર સાથે રણબીરની સીધી તુલના થશે. જો કદાચ આ એક્ટર ફિલ્મમાં ન હોત તો લોકોનું એ તરફ એટલું ધ્યાન ન જાત, જો રણબીર સારી એક્ટિંગ કરે તો. પરંતુ હવે સ્પષ્ટ છે કે, લોકો તેની તુલના કરશે. તુલના થવી એ કોઈ ખરાબ બાબત નથી પરંતુ તેની અસર જો ફિલ્મની કમાણી પર પડી તો તે ખૂબ ખટકશે. 

2. રામ vs રામ

રામાનંદ સાગરની રામાયણથી અરુણ ગોવિલે જે છાપ છોડી છે, તેના કારણે તેને આજે પણ લોકો ભાગવાન રામ તરીકે જ જુએ છે. આજે પણ તેને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. પરંતુ શું દર્શકો માટે તેને રાજા દશરથના રૂપમાં સ્વીકારવું સરળ રહેશે. એવું પણ શક્ય છે કે, લોકોને તે પસંદ આવે. પરંતુ મગજમાં એક સવાલ ફિલ્મ રિલીઝ થવા સુધી ઉઠતો રહેશે. આમ તો હવે ઉંમર અને અંદાજ બદલાઈ ગયા છે. જેના કારણે હવે વસ્તુઓ હવે એટલી મુશ્કેલ નહીં બને, પરંતુ તેમ છતાં એક એવા પાત્રને ફિલ્મમાં લાવવું કેટલું સુરક્ષિત?

આ પણ વાંચો: રામાયણ પર વધુ એક ફિલ્મની તૈયારી, આલિયા ભટ્ટ માતા સીતા જ્યારે આ સુપરસ્ટાર બનશે શ્રીરામ

3 રણબીર બદલી શકે છે ખેલ

અહીં લોકો રિયલ લાઈફમાં જ એટલી તુલના કરે છે તો પછી ફિલ્મોમાં તુલના થવી એ સામાન્ય બાબત છે. બધુ જ એક્ટરની એક્ટિંગ પર આધાર રાખે છે. પરંતુ જ્યારે અરુણ ગોવિલ અને રણબીર કપૂર સ્ક્રીન પર સાથે હશે, તે સીન્સ જ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોકે, એક્ટરે પોતાના કરિયરમાં અલગ-અલગ રોલ કરવા પડે છે, તેથી દરેક લોકોના જજ કરવાના ડરથી પાછળ ન હટી શકાય. પરંતુ અરુણ ગોવિલનું ફિલ્મમાં હોવું પોઝિટિવ રહેશે કે નેગેટિવ તે જોવાનું રહેશે. 

Tags :