રામાયણ પર વધુ એક ફિલ્મની તૈયારી, આલિયા ભટ્ટ માતા સીતા જ્યારે આ સુપરસ્ટાર બનશે શ્રીરામ
Alia Bhatt in Ravana based Ramayana: દિગ્દર્શક નિતેશ તિવારીની રામાયણની પહેલી ઝલક સામે આવી છે. રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. જ્યારે યશ રાવણના પાત્રમાં જોવા મળશે. જોકે, આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. દરમિયાન, દક્ષિણમાંથી બીજી રામાયણ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. અભિનેતા વિષ્ણુ માંચુએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે હું લાંબા સમયથી રામાયણ પર આધારિત પૌરાણિક કથા બનાવવાની તૈયારી કરી રહ્યો છું. જોકે, એ ફિલ્મ રાવણના દૃષ્ટિકોણથી હશે.
માતા સીતાના પાત્ર માટે આલિયા ભટ્ટની પસંદગી
એક ઈન્ટરવ્યૂમાં વિષ્ણુ માંચુએ કહ્યું કે, 'મારી આખી સ્ક્રિપ્ટ તૈયાર છે., જેમાં રાવણના જન્મથી મૃત્યુ સુધીની સફર દર્શાવવામાં આવશે.' ફિલ્મ માટે કલાકારો વિશે પૂછવામાં આવતા, વિષ્ણુ માંચુએ જણાવ્યું કે ભગવાન રામના પાત્ર માટે મારા મનમાં તરત જ સૂર્યાનો વિચાર આવ્યો. તેમજ માતા સીતાના પાત્ર માટે આલિયા ભટ્ટની પસંદગી કરી છે.'
સ્ટાર કસ્ત વિષે કરી વાત
ફિલ્મ વિષે વધુમાં વાત કરતા વિષ્ણુ માંચુએ જણાવ્યું હતું કે, 'મેં 2009માં રામનું પાત્ર ભજવવા માટે સૂર્યાનો સંપર્ક કર્યો હતો. મારા પિતા રાવણનું પાત્ર ભજવવાના હતા અને રાઘવેન્દ્ર રાવ દિગ્દર્શન કરવાના હતા. સ્ક્રિપ્ટ અને સંવાદો તૈયાર હતા, પરંતુ બજેટ નક્કી નહોતું થયું. સૂર્યા હજુ પણ મારા રામ રહેશે અને આલિયા ભટ્ટ માતા સીતાનું પાત્ર ભજવશે. હું હનુમાનનું પાત્ર ભજવવા માંગતો હતો, પણ રાઘવેન્દ્ર સર મને ઇન્દ્રજીતનું પાત્ર આપવા માંગતા હતા.'
રાવણ પર આધારિત રામાયણ ક્યારે બનાવાશે?
વિષ્ણુ માંચુ પોતાના પિતા સાથે રામાયણ પર આધારિત જે ફિલ્મ બનાવી રહ્યો છે, તે રામ પર નહીં પણ રાવણ પર આધારિત હતી. તેઓ રાવણના જીવન વિશે બતાવવા માંગતા હતા. હાલમાં, એ વાતની પુષ્ટિ નથી થઈ કે વિષ્ણુ માંચુ રામાયણ પર આધારિત ફિલ્મ બનાવશે કે નહીં પણ અભિનેતાએ કહ્યું, 'મારી પાસે સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ છે પણ મને ખબર નથી કે હું ક્યારેય તે બનાવી શકીશ કે નહીં.'
જણાવી દઈએ કે વિષ્ણુ માંચુ છેલ્લે ફિલ્મ કન્નપ્પામાં જોવા મળ્યા હતા, જે એક પૌરાણિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પ્રભાસ, મોહનલાલ, કાજલ અગ્રવાલ અને પ્રીતિ મુકુંદન મુખ્ય ભૂમિકામાં હતા.