રામાયણે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 16 એપ્રિલનાં એપિસોડને દુનિયાભરમાં 7.7 કરોડ લોકોએ જોયો
નવી દિલ્હી, 28 એપ્રિલ 2020 મંગળવાર
રામાનંદ સાગરની લોકપ્રિય ધારાવાહિક રામાયણનું પુન:પ્રસારણ શરૂ કરવામાં આવ્યા બાદ ઘણા રેકોર્ડ સર્જાયા છે,આ ધારાવાહિકને અપ્રતિમ લોકચાહના મળી રહી છે.
રામાયણનાં 16 એપ્રિલે પ્રસારીત થયેલા એપિસોડને દુનિયાભરમાં 7.7 કરોડ લોકોએ જોયો,આ નંબર સાથે આ શો એક જ દિવસમાં દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલો શો બની ગયો છે.
જ્યારથી રામાયણ રી ટેલિકાસ્ટ થયું છે, ત્યારથી ટીઆરપીનાં લિસ્ટમાં તે નંબર 1 છે. થોડા દિવસ પહેલા પ્રસાર ભારતીનાં સીઇઓ શશી શેખરએ જણાવ્યું હતું.
જે પ્રમાણે 2015થી લઇને અત્યાર સુધી જનરલ એન્ટટેઇનમેન્ટ કેટેગરી(સિરિયલ્સ)નાં મામલે આ શો ટોપ પર છે,વર્ષ 2015થી અત્યાર સુધી સૌથી વધુ ટીઆરપી જનરેટ કરનારો હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ શો રામાયણ છે.
તાજેતરમાં વેબ સર્વિસ પ્રોવાઇડર યાહુએ એક સર્વે રીલીઝ કર્યો છે, અત્રે ઉલ્લેખનિય છે કે આ સર્વે છેલ્લા એક મહિનામાં યુઝર્સનાં ડેઇલી સર્ચનાં આધાર પર છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કોનાં અંગે સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે,મનોરંજનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ કનિકા કપૂર અને રામાયણ અંગે સર્ચ કરવામાં આવ્યું છે.
Ramayan World Record - Highest Viewed Entertainment Program Globally#IndiaFightsCorona#IndiaFightsBack pic.twitter.com/RdCDehgxBe
— Prasar Bharati (@prasarbharati) April 28, 2020