પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે શિક્ષકે મારી સ્કૂલ ફી ભરી હતી, રાજ કુમાર રાવનો ખુલાસો
Rajkummar Rao: અભિનેતા રાજકુમાર રાવ તાલીમ પામેલા અભિનેતા, તાઈકવૉન્ડો જાણકાર અને ડાન્સર છે. તે પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુઓને આપે છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજકુમાર રાવે કહ્યું કે, 'મારા ઘણા ગુરુઓ છે. મારા માર્શલ આર્ટ્સ શિક્ષક શ્રી યામિન, ડાન્સ શિક્ષક કમલજીત મેડમ અને મધુસૂદન સર અને શ્રી રામ સેન્ટર અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના શિક્ષકોએ મને ઘણું શીખવ્યું છે.'
પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે શિક્ષકે મારી સ્કૂલ ફી ભરી
રાજકુમારે કહ્યું કે, 'બાળપણમાં શિક્ષકોએ મને ઘણી મદદ કરી હતી, જેમ કે, જ્યારે મારા પરિવારની પરિસ્થિતિ સારી ન હતી ત્યારે શાળાની ફી ચૂકવી હતી. તેમણે કહ્યું, એક સારા શિક્ષક હોવું એ એક આશીર્વાદ છે. તમે તમારા શિક્ષક જેટલા સારા બનો છો. હું આ બાબતમાં ખૂબ નસીબદાર હતો. હું હજુ પણ મારા કેટલાક શિક્ષકોના સંપર્કમાં છું.'
રાજકુમાર રાવે તાજેતરમાં તેની પત્ની પત્રલેખાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.