Entertainment

સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવશે રાજકુમાર રાવ, ખુદ કર્યું કન્ફર્મ, કહ્યું- 'આ ખુબ મોટી જવાબદારી છે'

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
એમ.એસ. ધોની અને કપિલ દેવ જેવા ભારતીય ક્રિકેટરો પર સફળ બાયોપિક બનાવવામાં આવ્યા બાદ,ચાહકો લાંબા સમયથી સૌરવ ગાંગુલીની બાયોપિકની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હત. હવે લાગે છે કે દર્શકોને આ ફિલ્મ માટે વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે રાજકુમાર રાવે ખુદ આ બાયોપિકની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવશે રાજકુમાર રાવ, ખુદ કર્યું કન્ફર્મ, કહ્યું- 'આ ખુબ મોટી જવાબદારી છે'

Biopic Confirmed : એમ.એસ. ધોની અને કપિલ દેવ જેવા ભારતીય ક્રિકેટરો પર સફળ બાયોપિક બનાવવામાં આવ્યા બાદ ચાહકો લાંબા સમયથી સૌરવ ગાંગુલીની બાયોપિકની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે લાગે છે કે દર્શકોને આ ફિલ્મ માટે વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે રાજકુમાર રાવે ખુદ આ બાયોપિકની જાહેરાત કરી છે.

રાજકુમાર રાવ બનશે સૌરવ ગાંગુલી

અભિનેતા રાજ કુમાર રાવે એક ઇંટરવ્યૂમાં ઔપચારિક રીતે પુષ્ટિ કરી હતી કે તે બાયોપિકમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે. રાજકુમારે કહ્યું, “હવે જ્યારે દાદાએ આ કહી દીધું છે, તો મને પણ એને ઔપચારિક રીતે જણાવી દેવું જોઈએ – હા, હું તેમની બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવી રહ્યો છું, પણ હું નર્વસ છું કારણકે આ એક મોટી જવાબદારી છે, પણ દાદાની ભૂમિકા ભજવવામાં મજા આવશે.”

છેલ્લા કેટલાક સમયથી કાસ્ટિંગ અંગે અટકળો ચાલી રહી હતી, જેમાં રણબીર કપૂર અને આયુષ્માન ખુરાના જેવા નામો પણ પણ વિચાર થઈ રહ્યો હતો. જોકે, હાલમાં સૌરવ ગાંગુલીએ ખુદ એક્ટર રાજકુમાર રાવનું સમર્થન કર્યું, જેનાથી એક્ટરની પસંદગીનો મજબૂત સંકેત મળે છે. થોડા દિવસ પહેલાં જ ગાંગુલીએ PTI સાથે વાતચીતમાં ફિલ્મ વિશે વાત કરી હતી.