Entertainment
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી ફરી રીપિટ
By GS TEAM
27 Aug 20251 min read

- ઉજ્જવલ નિકમની બાયોપિકમાં બંને દેખાશે
- જોકે, આ જોડીની ભૂલચૂક માફ સદંતર ફલોપ પુરવાર થઈ ચૂકી છે
મુંબઇ : ઉજ્જવલ નિકમની બાયોપિકમાં રાજકુમાર રાવ બાદ હવે વામિકા ગબ્બીની પણ એન્ટ્રી થઈ છે. 'ભૂલચૂક માફ' ફિલ્મ પછી આ જોડી ફરી સાથે આવી રહી છે.
આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન અવિનાશ અરુણનું હશે. આ ફિલ્મ ૧૯૯૩નાં મુંબઈ વિસ્ફોટો તથા ૨૦૦૮ના કસાબ કેસ સહિતના કેસો લડનારા વકીલ ઉજ્જવલ નિકમની કાનૂની સફર પર આધારિત છે.
જોકે, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી બંને બહેતરીન કલાકારો હોવા છતાં તેમની ફિલ્મ 'ભૂલચૂક માફ' ટિકિટબારી પર સારો દેખાવ કરી શકી ન હતી. ૫૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ ૭૦ કરોડની કુલ કમાણી સુધી પહોંચતાં પહોંચતાં હાંફી ગઈ હતી અને તેની માત્ર પ્રોડક્શન કોસ્ટ જ રિકવર થઈ શકી હતી.









