Entertainment

54 કરોડમાં બનેલી રાજકુમાર રાવની માલિક 30 કરોડમાં ફસડાઈ

By GS TEAM
27 Jul 20251 min read
54 કરોડમાં બનેલી રાજકુમાર રાવની માલિક 30 કરોડમાં ફસડાઈ

- લગભગ બધે થિયેટરમાંથી ઉતરી ગઈ

- ભૂલચૂક માફ પછી રાજકુમાર રાવની સળંગ બીજી મોટી ફલોપ પુરવાર

મુંબઈ: રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક' માંડ ૩૦ કરોડ કમાયા બાદ હવે  લગભગ બધાં થિયેટરમાંથી ઉતારી લેવામાં આવી છે. આ ફિલ્મથી પ્રોડયૂસર કુમાર તૌરાણીને ભારે નુકસાન થયું છે. 

રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની ફિલ્મ 'માલિક' આશરે ૫૪ કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે. પરંતુ તે તેનો અડધો ખર્ચો પણ માંડ  કાઢી શકી છે.

 ફિલ્મ ટિકિટબારી પર રીલિઝ થયાના પહેલા જ દિવસથી થિયેટરો ખાલી રહેવા લાગ્યાં  હતાં.  આખરે વિશ્વભરમાંથી તેણે બોક્સ ઓફિસ પર સંકેલો કરી લીધો  છે. 

'સ્ત્રી ટૂ'  જેવી સુપરહિટ ફિલ્મ આપી  ચૂકેલા રાજકુમાર  રાવ  માટે આ મોટી પછડાટ છે. 

તેની વામિકા ગબ્બી સાથેની પાછલી ફિલ્મ 'ભુલચુક માફ' પણ ખાસ ચાલી ન હતી.