Entertainment

18 હજાર કરોડની નેટવર્થ ધરાવતી ટેલર સ્વિફ્ટના લગ્નની તડામાર તૈયારીઓ! મેડિસન સ્ક્વેરમાં 1 હજારથી વધુ VVIP મહેમાનો આપશે હાજરી

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
વિશ્વની લોકપ્રિય પોપ સિંગર ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ ટૂંક સમયમાં લગ્ન કરશે. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 2 થી 4 જુલાઈ દરમિયાન 3 દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે. પ્રથમ દિવસે 100 નજીકના મહેમાનો, જ્યારે 3 જુલાઈએ 1000થી વધુ મહેમાનો જોડાશે. સુરક્ષા અને ગુપ્તતા માટે આ સ્થળ પસંદ કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

18 હજાર કરોડની નેટવર્થ ધરાવતી ટેલર સ્વિફ્ટના લગ્નની તડામાર તૈયારીઓ! મેડિસન સ્ક્વેરમાં 1 હજારથી વધુ VVIP મહેમાનો આપશે હાજરી

Taylor Swift Travis Kelce Wedding : વિશ્વભરના લોકપ્રિય પોપ સિંગર્સમાંની એક સિંગર ટેલર સ્વિફ્ટ વર્તમાન સમયમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ટેલર સ્વિફ્ટ અને તેમના મંગેતર ટ્રેવિસ કેલ્સ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ, સિંગર ટૂંક સમયમાં ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાના વેડિંગ ફંક્શન્સ સેલિબ્રેટ કરતી જોવા મળી શકે છે. આ કોઈ સામાન્ય લગ્ન નહીં હોય, પરંતુ કેટલાય દિવસો સુધી ચાલનારું એક ગ્રાન્ડ સેલિબ્રેશન હશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફંક્શન્સ 2 જુલાઈથી શરૂ થઈને 4 જુલાઈ સુધી ચાલી શકે છે. સમાચારો અનુસાર, પહેલા દિવસે માત્ર નજીકના મિત્રો અને પરિવારના આશરે 100 લોકોને આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ, 3 જુલાઈએ એક મોટું ફંક્શન હોસ્ટ કરવામાં આવી શકે છે, જેમાં એક હજારથી વધુ મહેમાનો સામેલ થવાના અહેવાલો છે. આ દરમિયાન લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ અને કેટલાય ખાસ પ્રોગ્રામ્સ પણ યોજાઈ શકે છે.

મેડિસન સ્ક્વેર ગાર્ડન જ કેમ પસંદ કર્યું?

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના કેટલાક રસ્તાઓને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ મહેમાનોના રોકાણ માટે ઘણી મોટી હોટલોમાં રૂમ બુક કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટીમ દ્વારા અપડેટ આપવામાં આવ્યુ નથી. લગ્ન માટે મેડિસન સ્ક્વેર ગાર્ડનને પસંદ કરવાનું કારણ તેની હાઈ-લેવલ સિક્યોરિટી અને પ્રાઈવસી હોવાનું કહેવાય છે. અહીં સેફ એન્ટ્રી, કંટ્રોલ્ડ એક્સેસ અને એવી ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, જે સેલિબ્રિટીઝને મીડિયા અને ફોટોગ્રાફર્સની નજરોથી દૂર રાખવામાં મદદ કરશે.

ટેલર સ્વિફ્ટની નેટવર્થ

ટેલર સ્વિફ્ટ માત્ર પોતાના સિંગિંગ માટે જ ફેમસ નથી, પરંતુ પોતાની નેટવર્થને લઈને પણ ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરની નેટવર્થ આશરે 2 અબજ ડોલર એટલે કે, લગભગ 18,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ જ કારણે તેમની ગણતરી વિશ્વની સૌથી અમીર મહિલા સિંગર આર્ટિસ્ટમાં થાય છે. હાલમાં તેમના ચાહકો ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જો આ સમાચારો સાચા સાબિત થશે, તો આ લગ્ન વર્ષ 2026ના સૌથી મોટા અને સૌથી લોકપ્રિય સેલિબ્રિટી ફંક્શન્સમાંથી એક બની શકે છે, જેના પર આખી દુનિયાની નજર મંડરાયેલી રહેશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સિંગર દુઆ લિપા અને બ્રિટિશ એક્ટર કેલમ રોબિલિયાર્ડ ટર્નરના લગ્નના ફોટોઝે ફેન્સને સરપ્રાઈઝ કર્યા હતા, અને હવે ફેન્સ આ કપલના વેડિંગ ફોટોઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.