Get The App

રિલીઝ થયાના થોડા કલાકોમાં જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઈ રજનીકાંતની ફિલ્મ 'કુલી'

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
રિલીઝ થયાના થોડા કલાકોમાં જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઈ રજનીકાંતની ફિલ્મ 'કુલી' 1 - image

Coolie Leaked Online: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મ 'કૂલી' ને લઈને ચર્ચામાં છે. જે આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન, 'કૂલી' વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં  રજનીકાંતની આ ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો પછી જ ઓનલાઈન લીક થઈ ગઈ. જે HD પ્રિન્ટ જોવા મળી રહી છે. 

આ પણ વાંચો: દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો હતો, થઈ હતી બબાલ', એક્ટ્રેસનો દાવો

 રિલીઝના થોડા સમયમાં જ ઓનલાઈન લીક થઈ 'કૂલી'

રજનીકાંતની 'કૂલી' ને લઈને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પહેલા દિવસે ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ રિલીઝ થયાના થોડા કલાકો પછી જ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં રજનીકાંતની 'કૂલી' ઓનલાઈન પાઇરેસીનો ભોગ બની છે. આ ફિલ્મ હવે ઘણી વેબસાઇટ્સ પર HD માં ઉપલબ્ધ છે. જેને દર્શકો આડેધડ ડાઉનલોડ કરી રહ્યા છે.

કઈ સાઈટ્સ પર ઉપલબ્ધ છે 'કૂલી'

એક રિપોર્ટ મુજબ રજનીકાંતની ફિલ્મ 'કૂલી' Tamilrockers, Filmyzilla, Movierulez, Moviesda જેવી સાઇટ્સ પર HD ક્વોલિટીમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ટેલિગ્રામ પર પણ ફિલ્મની લિંક ઘણી શેર કરવામાં આવી રહી છે. રિલીઝના દિવસે જ ફિલ્મ ઓનલાઈન લીક થવી નિર્માતાઓ માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. કારણ કે તેની ફિલ્મના કલેક્શન પર ભારે અસર પડી શકે છે.

આ પણ વાંચો: કપિલ શર્માના કાફે પર હુમલા મામલે ઈન્ટરપોલની એન્ટ્રી, FBI એ રણદીપ મલિકની ધરપકડ કરી

'કૂલી'ની સ્ટારકાસ્ટ

ફિલ્મ 'કુલી' માં રજનીકાંતની સાથે, કમલ હાસન, શ્રુતિ હાસન, ઉપેન્દ્ર, સૌબિન શાહિર, સત્યરાજ, રેબા, મોનિકા અને આમિર ખાન જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આમિરે ફિલ્મમાં જબરદસ્ત કેમિયો કર્યો છે. ફિલ્મની ફીને લઈને આમિર પણ ઘણા વિવાદોમાં હતા. ત્યારબાદ તેની ટીમે પણ સ્પષ્ટતા કરી અને કહ્યું કે આમિરે ફિલ્મમાં તેના રોલ માટે કોઈ ફી લીધી નથી.