રાજામૌલીનો દાદાસાહેબ ફાળકે બાયોપિક પ્રોજેક્ટ પણ અટક્યો

- લીડ એક્ટર માટે મેળ પડતો નથી
- જુનિયર એનટીઆર અને દિગ્દર્શક નીતિન કક્કર બંને અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા
મુંબઇ : એસ એસ રાજામૌલી દ્વારા બનવાવાઈ રહેલી દાદા સાહેબ ફાળકેની બાયોપિક 'મેઈડ ઈન ઇન્ડિયા'નું કામ અટકી પડયું છે.
ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં વિલંબ થતાં ફિલ્મના હિરો જુનિયર એનટીઆરએ અન્ય ફિલ્મોનું શૂટિંગ શરુ કરી દીધું છે. જ્યારે દિગ્દર્શક નીતિન કક્કર પણ અન્ય કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા છે.
જુનિયર એનટીઆરએ તારીખો ફાળવવામાં અસમર્થતા વ્યક્ત કર્યા બાદ રાજામૌલીએ પ્રભાસનો એપ્રોચ કરી જોયો હતો પરંતુ પ્રભાસ પણ 'સ્પિરિટ' સહિતની ફિલ્મોમાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે બોલીવૂડમાં પણ રાજકુમાર હિરાણી આમિર ખાનને મુખ્ય ભૂમિકામાં લઈ દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવી રહ્યા છે. પરંતુ, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં આમીર ખાને વાંધા પાડતાં ફિલ્મનું શૂટિંગ હજુ શરુ થયું નથી.









