VIDEO | ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા રિતેશ અને જેનેલિયા! 10 વર્ષે સાકાર થયું આ સપનું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raja Shivaji Trailer Launch: એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ગત સોમવારે(20 એપ્રિલ, 2026) 'રાજા શિવાજી' ફિલ્મના ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ સ્ટારકાસ્ટમાં અમિષેક બચ્ચન, મહેશ માંજરેકર, વિદ્યા બાલન, ભાગ્યશ્રી, બમન ઈરાની સહિત ફિલ્મના સંગીતકાર અજય-અતુલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મના લેખક, દિગ્દર્શક અને નિર્માતા રિતેશ દેશમુખ સ્ટેજ પર કેમ રડી પડ્યા ચાલો જાણીએ.
રિતેશે શું કહ્યું?
છત્રપતિ શિવાજી મહારાજ પરની આ ફિલ્મ વિશે રિતેશે કહ્યું કે, 'જન્મ પછી મે મારા માતા-પિતાને જોયા, ઈશ્વર અને શિવાજી મહારાજને જાણ્યા. નાનો હતો ત્યારે કિલ્લો બનાવતો, ભગવા ઝંડો લગાવતો હતો. એક વખત સ્કૂલનો વાર્ષિક દિવસ હતો, જેમાં મે સૈનિકની ભૂમિકા ભજવી હતી. જેમાં મારો એક મિત્ર મહારાજની ભૂમિકામાં હતો, મે તેને આદરથી નમન કર્યું હતું. તે સૈનિક આજે પણ સ્ટેજ પર છે અને મહારાજને ફરીથી આદરપૂર્વક નમન કરે છે. વર્ષ 2016થી હું આ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે વર્ષ 2019માં મે ફરીથી વિચાર્યું તો કોવિડ આવી ગયો હતો. એવુ લાગતું હતું કે શિવાજી ખુદ એમ કહી રહ્યા હતા કે, અત્યારે તારી વારી આવી નથી. આ પછી વર્ષ 2021માં ફિલ્મ શરૂ કરી. મહારાજ પર ફિલ્મ બનાવવા હું લાયક નથી, કારણે કે તેમની મહાનતા મોટી છે. આપણે ખાલી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.'
હું રિતેશ તરફથી ઓફર આવે તેની રાહ જોઈ રહી હતી: વિદ્યા બાલન
ફિલ્મમાં 'બડી બેગમ'ની ભૂમિકા ભજવતી વિદ્યા બાલને કહ્યું કે, 'મેં સાંભળ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત એક ફિલ્મ બની રહી છે અને રિતેશ તે બનાવી રહ્યો છે. હું વિચારતી રહી કે રિતેશ આ ફિલ્મ લઈને મારી પાસે કેમ નથી આવી રહ્યો? પછી મેં વિચાર્યું કે કદાચ મારા માટે કોઈ ભૂમિકા નથી અથવા કદાચ તેને મારું કામ પસંદ નથી. આખરે તે આવ્યો અને મને વાર્તા કહી. મેં તેને કહ્યું કે હું તેના પર વિચારને કરીશ. કારણ કે હું વધુ પડતી ઉત્સુક બતાવવા માંગતી ન હતી. જો કે, જે ક્ષણે તે મારા ઘરેથી નીકળ્યો મેં તેને ફોન કર્યો અને કહ્યું, હું ફિલ્મ કરી રહી છું!'
આ પણ વાંચો: 'ભૂત બંગલા'માં ફસાઈમાં 'ધુરંધર 2'ની કમાણી, જાણો સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?
ફિલ્મમાં અફઝલ ખાનનો રોલ કરી રહેલા સંજય દત્તે કહ્યું કે, 'હું આ ફિલ્મમાં એટલાં માટે જોડાયો કારણ કે મરાઠી સિનેમાને પ્રમોટ કરી શકુ. રિતેશ મારા નાના ભાઈ જેવો છે.' જ્યારે રાજા શિવાજી ફિલ્મ 1 મેના રોજ હિન્દી અને મરાઠી બંને ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધુરંધર 2 પછી જિયો સ્ટૂડિયો આ ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યું છે. આ ફિલ્મ મરાઠી ભાષા ઉપરાંત, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરાશે.




