Get The App

રેઈડ ટૂ ભંગાર હોવાના રિવ્યૂ છતાં પહેલા દિવસે સારી કમાણી

Updated: May 3rd, 2025

GS TEAM

Google News
Google News
રેઈડ ટૂ ભંગાર હોવાના રિવ્યૂ છતાં પહેલા દિવસે સારી કમાણી 1 - image


- જોકે, આગામી દિવસોમાં અસલી કસોટી

- ફિલ્મમાં અજય દેવગણે વેઠ ઉતારી છે તેના કરતાં તો રિતેશનું કામ સારું હોવાના રિવ્યૂ

મુંબઇ : અજય દેવગણની 'રેઈડ ટૂ' સાવ ભંગાર હોવાના રિવ્યૂ મોટાભાગના સમીક્ષકોએ આપ્યા છે. તેમાં પણ અજય દેવગણે તો ફિલ્મમાં નરી વેઠ ઉતારી હોવાનું મોટાભાગના સમીક્ષકો કહી રહ્યા છે. આમ છતાં ખાસ કોઈ સ્પર્ધાના અભાવે અને આગલી ફિલ્મની ગુડવિલના જોરે  ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ૧૯ કરોડની કમાણી કરી છે. 

હાલમાં મોટાભાગની ફિલ્મોનો પહેલા દિવસે જ કરુણ રકાસ થાય છે તેની સરખામણીએ આ ફિલ્મે આશાસ્પદ કમાણી કરી હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે, હવે  માઉથ પબ્લિસિટીના જોરે  ફિલ્મ કેટલુંક ખેંચશે  તે એક સવાલ છે. 

સમીક્ષકોના જણાવ્યા અનુસાર અજય દેવગણ જાણે પરાણે એક્ટિંગ કરતો હોય તેવું સમગ્ર ફિલ્મમાં લાગી  રહ્યું છે. અજય કરતાં તો રિતેશ દેશમુખ વધારે સહનીય છે એમ સમીક્ષકોએ લખ્યું છે. વાણી કપૂરના લૂક્સ કે એક્ટિંગ કશામાં ભલીવાર નથી એવું સમીક્ષકોનું કહેવું છે. 

ફિલ્મનું બજેટ પણ માંડ ૪૦થી  ૫૦ કરોડનું છે. એટલે આ ફિલ્મ બજેટ  તો કાઢી જ લેશે અને તે ઉપરાંત નફો પણ મેળવશે તેમ મનાય છે. 

 મૂળ ફિલ્મ 'રેઇડ '૨૦૧૮માં રિલીઝ થઇ હતી  તેના જોરે જ ભાગ બેને પહેલા દિવસે દર્શકો મળ્યા છે. 

Tags :