એટલીની ફિલ્મમાં પુષ્પાની જોડી અલ્લુ અર્જુન-રશ્મિકા રીપિટ

- ફિલ્મમાં દીપિકા, જાહ્નવી, મૃણાલ પણ હશે
- રશ્મિકાએ લૂક ટેસ્ટ આપી દીધો, આવતાં વષાના અંતે રીલિઝની ધારણા
મુંબઈ : 'પુષ્પા'ની સુપરહિટ જોડી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના વધુ એકવાર સ્ક્રીન શેર કરી રહ્યાં છે. સાઉથના ડાયરેક્ટર એટલીની બિગ બજેટ ફિલ્મ 'એએ૨૨એક્સએસિક્સ' એવું કામચલાઉ ટાઈટલ ધરાવતી ફિલ્મમાં રશ્મિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે.
આ ફિલ્મ માટે અગાઉ જ જાહ્નવી કપૂર, દીપિકા પદુકોણ તથા મૃણાલ ઠાકુરને પણ સાઈન કરી લેવાયાં છે. આ ફિલ્મમાં અવતાર જેમ મલ્ટીપલ યુનિવર્સની વાર્તા હશે અને હિરો અલગ અલગ કાળખંડમાં જુદી જુદી હિરોઈનો સાથે દેખાશે તેવી ચર્ચા છે. કોઈ પણ હિરોઈનની એક્ઝેટ ભૂમિકા વિશે હજુ વિગતો અપાઈ નથી.
રશ્મિકાએ તાજેતરમાં જ આ ફિલ્મ માટે પોતાનો લૂક ટેસ્ટ પણ આપી દીધો છે. અન્ય કલાકારોએ પોતાના હિસ્સાનું શૂટિંગ શરુ પણ કરી દીધું છે. એટલે ૨૦૨૬ના અંતમાં અથવા તો ૨૦૨૭માં આ ફિલ્મ રીલિઝ કરવાનું ધારે છે.








