લગ્ન વિના જ મા બનવા માંગે છે જાણીતી સિંગર, કહ્યું- બધુ ભગવાનની મરજીથી થશે, નામ પણ વિચારી લીધા
Punjabi Singer Jasmine Sandlas: પંજાબી સિંગર જાસ્મીન સેન્ડલસ 39 વર્ષની થઈ ચૂકી છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. પરંતુ તે પોતાના બાળકો જરૂર ઇચ્છે છે અને મા બનવા માંગે છે. જાસ્મીને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં હાલમાં લગ્નનું કોઈ પ્લાનિંગ નથી કર્યું. પરંતુ હું ખુદ માતા બનવા માંગુ છું. હું બાળક એડોપ્ટ કરવા નથી માગતી.
બધુ ભગવાનની મરજીથી થશે
જાસ્મીને આગળ કહ્યું કે, આગામી વર્ષે અથવા તે પછીના વર્ષે હું મા બનવા માટે તૈયાર છું. બધુ ભગવાનની મરજીથી થશે. મારે બાળકો એડોપ્ટ નથી કરવા, તે ખૂબ જ સુંદર બાબત છે પરંતુ હું એટલી લકી છું કે મા બની શકું છું. મને લાગે છે કે, જ્યાં સુધી હું માતા નહીં બની જાઉં ત્યાં સુધી મને એવું જ લાગશે કે મેં કંઈ જ નથી કર્યું. તે મારું સૌથી મોટું અચીવમેન્ટ હશે. હું તો એવું પણ વિચારું છું કે મારા બાળકો તુલસીના છોડની આગળ- પાછળ ભાગી રહ્યા છે. આ ફીલિંગ જ એકદમ સુંદર છે. મેં તો બાળકોના નામ પણ વિચારી લીધા છે. હું ઇચ્છું છું કે મારી એક દીકરી અને એક દીકરો હોય.
આ પણ વાંચો: મહિલા ચાહકે વારસામાં આપેલી રૂ.72 કરોડની સંપત્તિનું શું કર્યું? સંજય દત્તનો ખુલાસો
બધુ ભાગ્યમાં લખાયેલું જ હોય છે
જ્યારે જાસ્મીન ને પૂછવામાં આવ્યું કે તમે લગ્ન ક્યારે કરશો? ત્યારે જાસ્મીને કહ્યું કે, મને લગ્ન કરવામાં વધુ રસ નથી. જોકે તેણે તેનો સ્પષ્ટ ઈનકાર પણ ન કર્યો. તેણે કહ્યું કે, મારી વાત સાંભળો, બાળકો સુધી તો વાત બરાબર હતી. પરંતુ એ તરફ નથી જવું. લગ્નથી ડરવું નથી. જીવનમાં દરેક વસ્તુ કિસ્મતથી થાય છે. બધુ ભાગ્યમાં લખાયેલું જ હોય છે. આગળ સમજાવતા તેણે કહ્યું કે, લોકો દુનિયાને ખૂબ જ ખોટી નજરે જોઈ રહ્યા છે. આ દુનિયાના સોરથી દૂર ખૂબ જ સરળ લોકો છે જેઓ તમારી રાહ જોઈ રહ્યા છે. એમાં ડરવા જેવી કોઈ વાત નથી.