મોત સામે જંગ લડી રહ્યા છે જાણીતી અભિનેત્રીના પિતા, દર્દી બનીને આવેલા શખસોએ ગોળી મારી
Image: Instagram @taniazworld |
Punjabi Actress: પંજાબી એક્ટ્રેસ તાનિયા હાલ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેના પિતા અનિલ જીત સિંહ કંબોજને એક વ્યક્તિએ ગોળી મારી દીધી છે. હાલ તેના પિતા હોસ્પિટલમાં એડમિટ છે, જ્યાં તેની સ્થિતિ નાજુક છે. તાનિયાની ટીમે એક્ટ્રેસ અને તેના પરિવાર તરફથી નિવેદન આપ્યું છે અને તમામને પ્રાઇવેસીનું સન્માન કરવાની અપીલ કરી છે.
મળતી માહિતી મુજબ, તાનિયાના પિતા ડૉ. અનિલ જીત સિંહ કંબોજની 4 જુલાઈ, 2025ના મોગામાં તેમના ક્લિનિકમાં ગોળી મારી દીધી છે. આ વિશે પ્રત્યક્ષદર્શીએ જાણકારી આપી હતી કે, દર્દી બનીને આવેલા બે લોકોએ ડૉ. અનિલ જ્યારે તેમની સારવાર કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દીધી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચોઃ 'માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
પરિવારની સ્થિતિ નાજુક
તાનિયાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું કે, 'તાનિયા અને તેના પરિવાર તરફથી અમે જણાવીએ છીએ કે, તે અને તેનો પરિવાર ખૂબ જ નાજુક અને લાગણીશીલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અમે મીડિયાને અપીલ કરીએ છીએ કે પ્રાઇવેસીની રિસ્પેક્ટ કરે અને તેમને પરિસ્થિતિને સમજવા માટે સમય આપો. અમે તમામને સંવેદનશીલ થવા અને સ્થિતિ વિશે અટકળો તેમજ કહાણીઓથી બચવાની વિનંતી કરીએ છીએ. તમારી સમજદારી અને સપોર્ટ માટે આભાર.'
આ પણ વાંચોઃ VIDEO: સલમાન ખાનની નવી ફિલ્મ 'ગલવાન'નું પોસ્ટર રિલીઝ, દમદાર લુક સાથે જોવા મળ્યો 'ભાઈજાન'
તાનિયાની કારકિર્દી
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ તાનિયાની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ફિલ્મ 'સન ઑફ મંજીત સિંહ'થી ડેબ્યુ કર્યું હતું. તે એમી વર્ક અને સરગુન મહેતા સાથે 'કિસ્મત'માં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે 'ગુડ્ડિયા પટોલે', 'રબ્બ દા રેડિયો 2', 'સૂફના', 'બાજરે દા સિટ્ટા' અને 'ઓએ મક્ખન' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.