Entertainment

પ્રચારનું ગતકડું, પરમસુંદરી ફિલ્મમાં છેલ્લી ઘડીએ નવું ગીત ઉમેરાયું

By GS TEAM
9 Aug 20251 min read
પ્રચારનું ગતકડું, પરમસુંદરી ફિલ્મમાં છેલ્લી ઘડીએ નવું ગીત ઉમેરાયું

- જાહ્નવી અને સિદ્ધાર્થ શૂટિંગમાં સામેલ થયાં 

- ફિલ્મની રીલિઝ પાછી ઠેલાયા બાદ હવે નવાં ગીતના દાવા દ્વારા પ્રચાર સ્ટન્ટ

મુંબઈ : બોલીવૂડ સર્જકોને સ્ટાર પાવર કે તેમના પોતાના કન્ટેન્ટ કરતાં પણ પ્રચારનાં ગતકડાંઓ પર વધારે ભરોસો છે. 

આ માટે તેઓ નવીજૂની પ્રચાર પ્રયુક્તિઓ અજમાવ્યા કરે છે. હવે એવો  પ્રચાર શરુ  કરાયો છે કે જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'પરમ સુંદરી'માં છેક છેલ્લી ઘડીએ નવું ગીત ઉેમરાઈ રહ્યું છે. 

વાસ્તવમાં આ ફિલ્મ ગત  જુલાઈ મહિનામાં તો રીલિઝ પણ થઈ જવાની હતી. છેલ્લી ઘડીએ તેની રીલિઝ કેન્સલ કરવામાં આવી હતી. હવે જાહ્નવી અને સિદ્ધાર્થ મુંબઈમાં નવાં સોંગના  શૂટિંગ માટે એકઠા થયાં હતાં. 

જાહ્નવી રેડ અને ગોલ્ડન કલરની  સાડીમાં સજ્જ થઈ હતી જ્યારે સિદ્ધાર્થ ડાર્ક બ્લૂ કૂર્તામાં દેખાયો હતો. 

બોલીવૂડમાં ભૂતકાળમાં ફિલ્મ ઓલરેડી રીલિઝ થઈ ગયા બાદ રીપિટ ઓડિયન્સ મેળવવા  ખાતર પણ પછીથી નવું  ગીત ઉમેરાયાના પણ અનેક કિસ્સા છે.