પ્રિયંકાએ કોરોના સામે લડતી મહિલાઓને આર્થિક સહાય કરી
- આ પહેલા પણ તેણે પતિ નિક સાથે પીએમ કેયર્સ અને ઘણી સંસ્થાઓને ડોનેશન આપ્યું છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
પ્રિયંકા ચોપરા કોરોના વાયરસના જંગ સામે લડવા માટે સતત આર્થિક મદદ કરી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પોતાના પ્રશંસકોને કોરોના માટે આર્થિક સહાય કરવા પ્રેરિત કરવાની સાથેસાથે જાગરૂકતા ફેલાવી રહી છે.
મળેલા રિપોર્ટના અનુસાર પ્રિયંકાએ કોરોના વાયરસ સાથે જંગલડનારા લોકોને મદદ કરતી ચાર મહિલાઓને એક લાખ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૭૬ લાખની મદદ કરી છે.
વાસ્તવમાં પ્રિયંકા ૧લી એપ્રિલે એક બ્રાન્ડ સાથે ભાગીદારી કરીને ઘોષણા કરી હતી કે, તે એ ચાર મહિલાઓને ચૂંટશે જે કોઇ પણ સ્વાર્થ વિના કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે અને આ વાયરસથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરી રહી છે. બોલીવૂડની દેશી ગર્લે સોશિયલ મીડિયા દ્વારા આ ચાર મહિલાઓના નામ ઘોષિત કર્યા છે.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામના પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક પોસ્ટ મુકી છે. આ પોસ્ટમાં તેણે આ ચાર મહિલાઓની તસવીર સાથે નામ પણ લખ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ મહિલાઓને નોમિનેટ કરવા માટે હું તમારા બધાનો આભાર માનું છું.આ અઠવાડિયે આ ચાર મહિલાઓને લઇને સામે આવી રહી છું જેમણે અલગ રહીને પણ બહેતરીન કામ કર્યું છે.
મહિલાઓનો પરિચય કરાવતા પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું કે, મળો આ ચારમહિલાઓને જેમાં પ્રથમ એમિલિ ને.આ લોકો નર્સ તરીકે ઇઆરમાં રોજ કામ કરે છે, તેમજ જરૂરતમંદોને મદદ કરે છે. સાથે સાથે તે પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે તેમનાથી દૂર રહે છે. આ મહિલાનું નામ છે, જો. તે રોગીઓની દેખભાલ કરવાની સાથેસાથે તેમને સાથ આપવા માટે લોગ્ન ટર્મ કેયર ફેસિલિટિમાં કામકરે છે.
ત્રીજી મહિલા છે, જયા. જે પોતાના સમય અને પૈસા બન્નેનો ઉપયોગ માસ્ક બનાવતા લોકોને દાન કરે છે, જેી લોકો સુધી એન ૯૫ માસ્ક પહોંચી શકે.ચોથી મહિલાનું નામ છે. જેની, જે સ્વાસ્થ્ય કર્મીઓને ભોજન ઉપલબ્ધ કરાવા પોતાની ફિડિંગ હીરોઝની પ્રથમ શરૂઆત કરી, આ માટે તેમના ધન્યવાદ.
સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ ઘણી વાયરલ થઇ ગઇ છે.