પ્રિયંકા ચોપરાને હોલીવૂડ ફિલ્મમાં પંજાબી યુવતીનો રોલ મળ્યો

Updated: Jul 8th, 2022


- મુખ્ય અભિનેત્રીની પિતરાઈની ભૂમિકામાં હશે 

- ભારતીય કલાકારોને હોલીવૂડ ફિલ્મોમાં મોટાભાગે એશિયન પાત્રના જ બીબાંઢાળ રોલ મળે છે 

મુંબઇ : પ્રિયંકા ચોપરાને હોલીવૂડમાં એક નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવતીનો રોલ ભજવવાની છે. હોલીવૂડ અભિનેત્રી મિડી ક્લિંગના પિતરાઈના રોલમાં તે જોવામળશે. 

હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન મિંડી કલિંગે  પ્રિયંકાની આગામી હોલીવૂડ ફિલ્મને લઇને વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતુ કે, હું અને પ્રિયંકા આવનારા સમયમાં એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મમાં જોવા મળવાના છીએ. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મારી પિતરાઇની ભૂમિકામાં હશે.એટલું જ નહીં તે પંજાબી યુવતીનું પાત્ર ભજવી રહી છે. મારો રોલ પણ આ ફિલ્મમાં ભારતીય-અમેરિકી બંગાળી યુવતી પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા ધામધૂમથી થતા ભારતીય લગ્ન પર આધારિત છે. 

 મિંડીએ જ આ ફિલ્મની વાર્તા લખી છે. જેમાં તેણે ભારતીય સંસ્કૃતિ અને કલ્ચરની ઝલક પણ સમાવી છે.

હોલીવૂડમાં ભારતીય કલાકારોને સામાન્ય રીતે વાર્તામાં એશિયન પાત્રની જરુર હોય ત્યાં ફિટ કરી દેવાય છે. તેમને તેમની અભિનય ક્ષમતા નહીં પરંતુ વંશીયતા કે વર્ણના આધારે રોલ મળે છે. થોડા સમય પહેલાં અભિનેતા આદર્શ ગૌરવે પણ આ બાબતે વાંધો ઉઠાવતાં કહ્યુ હતું કે તેને ફિલ્મોમાં એક જ પ્રકારના એશિયન પાત્રોના રોલ ઓફર થઈ રહ્યા છે પરંતુ તે એવા રોલ સ્વીકારવાનો નથી. 

    Sports

    RECENT NEWS