'હેરા ફેરી 3' બાદ સિનેમા જગતને અલવિદા કહેશે પ્રિયદર્શન, કહ્યું- હવે હું થાકી રહ્યો છું
Priyadarshan Plans to Retire: ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ 'હેવાન'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર મોટા પડદાં પર સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મમેકર પ્રિયદર્શન પણ તેમની ટીમ સાથે કેરળના કોચીમાં છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે 'હેવાન' ફિલ્મનું શૂટિંગ પત્યા પછી તે અને અક્ષય, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની સાથે હેરાફેરી 3નું શૂટિંગ શરૂ કરશે. જોકે તેમણે એવા સંકેત પણ આપ્યા છે કે તેઓ હવે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દેશે.
આ પણ વાંચો : પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ
શું કહ્યું પ્રિયદર્શને
એક યુટ્યૂબ ચેનલના ઇન્ટરવ્યૂમાં પ્રિયદર્શને તેમની ફિલ્મોના સિક્વલ બનાવવાને લઈને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'હું સામાન્ય રીતે મારી જૂની ફિલ્મોની સિક્વલ નથી બનાવતો પણ હું 'હેરા ફેરી 3' ફિલ્મ જરૂર બનાવીશ, કારણ કે ઘણા દિવસોથી નિર્માતાઓ આ ફિલ્મની શૂટિંગ શરૂ કરવા માટે મને કહી રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી હું નિવૃત્ત થવા ઈચ્છું છું. હવે મને થાક લાગ્યો છે.'
હેવાન' ફિલ્મ પછી 100મી ફિલ્મ ડિરેક્ટ કરશે પ્રિયદર્શન
પ્રિયદર્શને હાલમાં જ 'ભૂત બંગલા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. 'હેવાન' ફિલ્મ પછી તે તેમની 100મી ફિલ્મ ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં મોહનલાલ મુખ્યપાત્રમાં નજર આવશે. હાલમાં તેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે ફિલ્મની શૂટિંગ શરૂ થઈ જશે. મોહનલાલ અને પ્રિયદર્શન બાળપણના મિત્રો છે. તેઓ ત્યારથી સાથે કામ કરી રહ્યા છે જ્યારથી પ્રિયદર્શને તેમની ફિલ્મ 'પુકાકોરૂ મુકુદી' (1984)માં ડિરેક્ટ કરી હતી.