Entertainment

પૃથ્વીરાજ સુકુમારન અને દુલકીર સલમાનને ત્યાં કસ્ટમના દરોડા

By GS TEAM
25 Sep 20251 min read
પૃથ્વીરાજ સુકુમારન અને દુલકીર સલમાનને ત્યાં કસ્ટમના દરોડા

- ભુતાનથી ગેરકાયદે કારોની આયાતનું કૌભાંડ       

- ટેક્સ ચોરી માટે  જૂના વાહન દર્શાવી આયાત કલાકારોના કારના ડોક્યુમેન્ટસની તપાસ

મુંબઈ : સાઉથનના કલાકારો પૃથ્વીરાજ સુકુમારન તથા દુલકીર સલમાનને ત્યાં કસ્ટમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભુતાનથી સેકન્ડ હેન્ડના નામે નવી કારોની આયાત કરી કસ્ટમ ડયૂટીની ચોરી કરવાના કૌભાંડમાં આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ભુતાનથી આવી ૧૫૦ કારો ભારતમાં વેચાઈ હોવાનું કહેવાય છે. અનેક ઉદ્યોગપતિઓ તથા બીજા મહાનુભવોની સાથે ફિલ્મ કલાકારો પણ કસ્ટમના સપાટામાં આવ્યા છે. આ દરોડામાં સાત સ્થળોએથી ૧૧ કાર જપ્ત કરાઈ હતી.  દુલકીરની ગાડી પણ જપ્ત કરાઈ હતી તેના તથા સુકુમારનની વધુ ગાડીઓના દસ્તાવેજ માગવામાં આવ્યા હતા. કસ્ટમે આ સમગ્ર ઓપરેશનને નુમખોર નામ આપ્યું છે. ભુતાનમાં વાહનો માટે નુમખોર શબ્દ વપરાય છે.